સુરત: કોરોનાવાયરસને લઈ હીરા ઉદ્યોગને મોટો ફટકો, કરોડોનું નુકશાન


Updated: February 5, 2020, 9:08 PM IST
સુરત: કોરોનાવાયરસને લઈ હીરા ઉદ્યોગને મોટો ફટકો, કરોડોનું નુકશાન
પ્રતિકાત્મક તસવીર

સુરતના ડાયમંડ ઉદ્યોગનું 37 ટકા જેટલું મોટું નિકાસ હોંગકોંગ અને ચીનમાં કરવામાં આવે છે. એટલે કે લગભગ વાર્ષિક 9 હજાર કરોડનો વ્યવસાય હોંગકોંગ અને ચીન સાથે કરવામાં આવે છે

  • Share this:
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે ધંધા રોજગારને મોટું નુકશાન થઇ રહ્યું છે ખાસ કરીને ચીન અને હોંગકોંગ સાથે વ્યાપાર હાલ સદંતર બંધ થવાને કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. સુરતના હીરા ઉદ્યોગને હાલ કરોડોનું નુકશાન થઇ રહ્યું છે.

હાલ ચીનમાં કોરોના વાયરસ ફેલાયો છે. આ વાયરસને કારણે વિશ્વના તમામ દેશો દ્વારા ચીન સાથેનો વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ વ્યાપાર ભારતીય બજાર દ્વારા પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતના ડાયમંડ ઉદ્યોગનું 37 ટકા જેટલું મોટું નિકાસ હોંગકોંગ અને ચીનમાં કરવામાં આવે છે. ત્યારે વાર્ષિક 9 હજાર કરોડનો વ્યવસાય હોંગકોંગ અને ચીન સાથે કરવામાં આવે છે. આ અંદાજ પ્રમાણે જો કહેવામાં આવે તો વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરનો વ્યવસાય છે હોંગકોંગ સાથે કરવામાં આવે છે તે વ્યવસાય હાલ બંધ હાલતમાં છે. એટલે પ્રથમા ક્વાર્ટના વ્યવાસયને તો હાલ કોરોના વાયરસરૂપી ગ્રહણ લાગી ગયું છે

કોરોના વાયરસને લઇને હાલ વ્યવસાય પર મોટી અસર થવા પામી છે ત્યારે હાલમાં જ હોંગકોંગ માં માર્ચ મહિનામાં જેમ્સ અને જ્વેલરીનું એક એક્ઝીબીશન યોજાનાર હતું જે એક્ઝીબિશન હવે મે માસમાં યોજાશે. એક્ઝિબિશન માટે વેપારીઓ દ્વારા પોતાની જેમ્સ અને જ્વેલરીનું કલેક્સન કરવામાં આવ્યું હતું આ કલેક્શનને લઇને પણ વેપારીઓ ચિંતામાં જોવા મળ્યા હતા. વેપારીઓ હાલ દુવિધામાં છે. કારણ કે વેપારીઓ દ્વારા માલ તો તૈયાર કરાયો પણ આ માલને વેચવામાં પણ તકલીફ ઉભી થાય છે કારણ કે અન્ય વેપારીઓ માલને સસ્તા ભાવે માંગી રહ્યા છે. ત્યારે વેપારી માલને ખરીદી નથી કરી રહ્યા

એકતરફ છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીની ગર્તામાં છે તો બીજી તરફ કોરોના વાયરસના હાહાકારને લઇને વેપારીઓ ડબલ ફટકો સહન કરી રહ્યા છે
First published: February 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading