સુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી


Updated: July 2, 2020, 8:34 AM IST
સુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી
ફાઇલ તસવીર

હીર ઉધોગમાં વધતા કેસને કારણે તંત્ર દ્વારા સોમવારથી સાત દિવસ માટે બંધ  કરાવી દીધા છે.

  • Share this:
સુરત : હીર ઉધોગમાં વધતા કેસને કારણે તંત્ર દ્વારા સોમવારથી સાત દિવસ માટે બંધ  કરાવી દીધા છે. ત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વાર બંધ કરાવેલ કારખાના સાત દિવસ બાદ પણ નહિ ખુલે તેવી દેહશત વચ્ચે સુરતમાં રહેતા સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના રત્નકલાકર ગતરોજ રાતની ખાનગી બસ સાથે એસટી અને ખાસ કરીને પોતાના વાહનો સાથે વતનની વાટ પકડી હતી.

કોરોન વાયરસ કારણે ચાલેલા લાંબા લૉકડાઉન બાદ હીરા ઉધોગ તો શરૂ થયો પણ સતત હીરા ઉધોગ સાથે સંકળાયેલા લોકોના કોરોના સક્ર્મણમાં આવતા સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો. જોકે, અહીંયા નિયમો નહિ પાડતા હોવાનું પણ સામે આવતા વધી રહેલા કોરોના કેસ કંટ્રોલમાં કરવા માટે તંત્ર દ્વારા આગામી સાત દિવસ માટે હીરા ઉધોગ બંધ  કરવામાં આવ્યો હતો  રોજીરોટીની તપાસમાં સુરત આવીને વસેલા લોકો લોકડાઉન દરમિયાન વતન જતા રહ્યા હતા. પણ વેપાર ઉધોગ શરૂ થતાની સાથે સુરત ખાતે આવ્યા હતા પણ જે રીતે કેસ વધતા તંત્ર દ્વારા હીરા ઉધોગ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વધી રહેલા કેસને કારણે રત્નકલાકરોમાં એક દહેશત ઉભી થઇ હતી કે, એક અઠવાડિયા બાદ પણ આ ઉધોગ પાછો શરૂ થાય તેમ નથી .

આ પણ વાંચો - આત્મા પ્રોજેકટ અંતર્ગત પાટણનાં ખેડૂતે કરી લાખોની કમાણી, અજમાવ્યો ગજબનો કીમિયો

આ કારીગરોની આવક બંધ હોવાને લઈને પોતાના માથે દેવ થઇ જાય જેને તેવું વિતારીને પોતાના પરિવાર સાથે પોતાની સુરક્ષા માટે ગતરોજથી રત્નકલાકર ખાનગી બસ અને એસટી સાથે પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ ફરીથી એકવાર પલાયન કરી રહ્યાં છે .જોકે ,સૌરાષ્ટ સાથે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકો સુરતના વરાછા કતારગામ વિસ્તરમાં રહે છે.

આ પણ જુઓ- 
ત્યારે આ બંનેવ ઝોનમાં સતત વધી રહેલા કેસને કારણે પણ ચિંતિત દેખાય હતા સાથે સુરતમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. જોકે, 3 મહિનાથી પગાર પણ મળ્યો નથી. ત્યારે વતન જતા રહે તો ખર્ચમાં પણ ઘટાડો થઈ જેથી ગતરોજ સાંજથી મોટા પ્રમાણમાં રત્ન કલાકરો વતન તરફની વાટ પકડી છે.
First published: July 2, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading