સુરત : વતન જવા માટે પરપ્રાંતીય કામદારોએ ત્રણ કિલોમીટર લાંબી લાઇન લગાવી

News18 Gujarati
Updated: April 28, 2020, 11:35 AM IST
સુરત : વતન જવા માટે પરપ્રાંતીય કામદારોએ ત્રણ કિલોમીટર લાંબી લાઇન લગાવી
ગુહ મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. જો કે આ હેઠળ બીજા રાજ્યોમાં જવાની છૂટ ખાલી બસના માધ્યથી જ મળશે. અને ઘરે પહોંચ્યા પછી તેમને ક્વોરંટાઇનમાં રહેવું પડશે. જે લોકો બીજા રાજ્યમાં પાછા જવા માંગે છે તેમને આ નિયમોનું પાલન પણ કરવું પડશે. વિગતવાર આ અંગે જાણો.

વહેલી સવારે ચાર વાગ્યાથી જ પરપ્રાંતીય કામદારો લાઇનમાં ઉભા રહી ગયા, સાસંદ પાટીલ પરપ્રાંતીય લોકોને વતન જવા માટે ફોર્મ ભરાવી આપતા હોવાથી લાઇનો લાગી.

  • Share this:
સુરત : લૉકડાઉનને પગલે પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી બની છે. આ માટે હવે વિવિધ રાજ્યની સરકારો સક્રિય બની છે અને તબક્કાવાર પૂરતી સુરક્ષા સાથે કારીગરોને વતન પણ બોલાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં પરપ્રાંતીય કામદારોએ વતન જવા માટે નોંધણી કરાવવા માટે ત્રણ કિલોમીટર લાંબી લાઇન લગાવી દીધી હતી. નવસારીના સાંસદ સી.આર.પાટીલના કાર્યાલય બહાર આ લાંબી લાઈનો લાગી હતી.

સોસ્યો સર્કલ ખાતે સાંસદની ઓફિસ આવેલી છે. અહીં વહેલી સવારે ચાર વાગ્યાથી જ પરપ્રાંતીય કામદારો લાઇનમાં ઉભા રહી ગયા હતા. સી.આર.પાટીલ પરપ્રાંતીય લોકોને વતન જવા માટે ફોર્મ ભરાવી આપતા હોવાથી તમામ લોકોએ વતન જવા માટે લાઇનો લગાવી છે. લૉકડાઉને કારણે કામ અને ધંધા બંધ છે જેનાથી કમાણી નથી થઈ રહી, ઉપરાંત જમવાની પણ તકલીફ પડી રહી હોવાનું જણાવી આ કામદારો હવે વતન જવા માટે ઉતાવળા બન્યા છે.

પાંડેસરાથી વતન જવા નીકળેલા લોકો બારડોલીમાં અટવાયા 

બીજી તરફ કેટલાક કામદારો હવે પગપાળા જ વતન જવા માટે નીકળી પડ્યા છે. સુરતના પાંડેસરાના દક્ષેશ્વરનગરમાં આવેલી ડાઇંગ મીલમાં કામ કરતા 60 જેટલા કામદારો પગપાળાન જ વતન જવા માટે નીકળ્યા હતા. પાંડેસરામાં ખાવાની તકલીફ પડી રહી હોવાનું જણાવી તમામ લોકો રાત્રે 10 વાગ્યે સુરતના પાંડેસરાથી પગપાળા ચાલતા થયા હતા. આ તમામ લોકો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બારડોલીના સુરતી જકાતનાકા પાસે આ તમામ લોકોને પોલીસ અટકાવ્યા હતા. જે બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

તસવીર : સુરત ખાતે પરપ્રાંતીય કામદારોની લાઇન


કોરોનાના કહેર વચ્ચે મોટી ચૂક

કોરોનાના કહેર વચ્ચે સુરતના કીમ ગામ ખાતે મોટી ચૂક સામે આવી છે. જેમાં કીમ ગામ ખાતેથી મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. કીમના ઓલપાડ ખાતેથી આ જથ્થો મળ્યો છે. આ જથ્થામાં બ્લડ સેમ્પલ, હેન્ડ ગ્લોવઝ તેમજ દવા સામેલ છે. એટલું જ નહીં મેડિકલ વેસ્ટના જથ્થા પરથી અનેક વાહનો પણ પસાર થઈ ગયા હતા. આ જથ્થો કોઈ હૉસ્પિટલનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
First published: April 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading