સુરત : વતન જવા માટે જીવના જોખમે ચાલુ ટ્રેનમાં ચઢી રહેલા શ્રમિકો, વીડિયો વાયરલ

સુરત : વતન જવા માટે જીવના જોખમે ચાલુ ટ્રેનમાં ચઢી રહેલા શ્રમિકો, વીડિયો વાયરલ
ચાલી ટ્રેનમાં ચડી રહેલા લોકો.

સુરતમાં નીલગીરી ફાટક પાસે ઉત્તર પ્રદેશ જતી ટ્રેન ધીમી પડતા જ શ્રમિકોએ દોટ લગાવી, અનેક લોકો ચાલુ ટ્રેનમાં ચઢી ગયા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના પગલે આપવામાં આવેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે પરપ્રાંતીય મજૂરો (Migran Workers)ને પોતાને વતન પહોંચાડવા માટે તંત્ર તરફથી ખાસ વ્યવસ્થા કવરામાં આવી છે. આ જ રીતે સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હજારો મજૂરોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. સુરતમાં એક જ દિવસમાં 20થી 35 જેટલી શ્રમિક ટ્રેનો (Shramik Trains)દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ ટ્રેનમાં બેસવા માટે ટિકિટ (Ticket) મેળવવામાં નિષ્ફળ રહેલા મજૂરો વતન પહોંચવા માટે ખતરનાક રસ્તો અપનાવી રહ્યા છે.

ચાલુ ટ્રેનમાં દોડીને ચઢી રહેલા શ્રમિકોનો વીડિયો વાયરલસુરતમાં ચાલુ ટ્રેનમાં ચઢી રહેલા શ્રમિકોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નીલગીરી ફાટક ખાતેનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફાટક પાસે ટ્રેન ધીમી પડે છે ત્યારે તેમાં ચાલુ ટ્રેને જ અમુક લોકો ઉપર ચઢી જાય છે. લોકોને ટ્રેનની ટિકિટ નહીં મળતા લોકો આવું પગલું ભરી રહ્યાનું માલુમ પડ્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં ચા રસિકો હોટલ પર ચાનો સ્વાદ નહીં માણી શકે, ફક્ત ડિલિવરી માટે જ હોટલ ખુલશે

વીડિયોમાં જોઈ શકાય છે કે ફાટક પાસે ટ્રેન ધીમી પડે છે. બીજી તરફ ટ્રેનની રાહ જોઈને ઊભેલા લોકો ટ્રેન આવતા જ દોટ લગાવે છે અને એક પછી એક ટ્રેનમાં ચઢવા લાગે છે. વતન જવા માટે શ્રમિકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે. નોંધનીય છે કે આવી રીતે ટ્રેનમાં ચઢવું જોખમી છે. આવું કરવામાં અકસ્માત થવાની શક્યતા રહેલી છે.

એવી પણ માહિતી મળી છે કે અનેક મજૂરો છેલ્લા 15-15 દિવસથી નોંધણી કરાવવામાં આવી હોવા છતાં તેમને ટ્રેનની ટિકિટ નથી મળી રહી. સતત રાહ જોયા બાદ ટિકિટ ન મળતા શ્રમિકો હવે વતન જવા માટે ખૂબ ઉતાવળા બન્યા છે. આ માટે જ તેઓ હવે આવો ખતરનાક રસ્તો પણ અપનાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે જે ટ્રેનનો વીડિયો ફરતો થયો છે તે ટ્રેન સુરતથી ઉત્તર પ્રદેશ જઈ રહી હતી. નોંધનીય છે કે સુરતમાં આ પહેલા ટ્રેનની ટિકિટ માટે વધારે પૈસા પડાવવામાં આવતા હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક શ્રમિકો 2019ની ટિકિટ પર મુસાફરી કરતા પકડાયા હતા.
Published by:News18 Gujarati
First published:May 20, 2020, 16:56 pm

ટૉપ ન્યૂઝ