સુરત : HTC કાપડ માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી, લેભાગુ વેપારીઓ માલ લઈ ગાયબ

સુરત : HTC કાપડ માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી, લેભાગુ વેપારીઓ માલ લઈ ગાયબ
આ મામલે ભોગ બનનાર વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

2 વેપારી અને જોબ વર્ક કરનારા 31 લોકોની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઈ, સુરતમાં વેપારીઓની છેતરપિંડીનો અજબ-ગજબનો કિસ્સો

  • Share this:
સુરતના શહેરમાં કોરોના વાયરસની (Coronavirus)  મહામારી વચ્ચે ફરી સંક્રમણ વધ્યુ છે. એક બાજુ કેસની સંખ્યા વધતા લોકોના જીવ તાળવે છે ત્યારે અનેક લોકો જીવના જોખમે ધંધો કરી રહ્યા છે. જોકે, કેટલાક ઠગ વેપારીઓએ આ બાબતને આફતમાં અવસરમાં પલટી અને ઉઠમણા કરી અને નાસી જતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો કાપડ માર્કેટમાં (HTC Cloth Market)બન્યો છે. જ્યાં શહેરની એચ.ટી.સી. માર્કેટના વેપારીઓનું પેમેન્ટ અટકાવીને 11.44 કરોડનો (cheating worth of rupees 11.44 crores) ચૂનો ચોપડીને કરૂંભગતો રફૂચક્કર થઈ ગયા છે.  આંજણા સ્થિત એચટીસી માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જતા બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ ફસાયા છે. આ અંગે બે વેપારીએ ફરાર વેપારી, પરિવારજનો અને બે દલાલ વિરુદ્ધ રૂ.11.44 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં (Salabatpura police station) નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે  સુરતના આંજણા સ્થિત એચટીસી માર્કેટમાં રિદ્ધિ ટેક્ષ્ટાઈલ અને અને રોનક ક્રિએશનના નામે કાપડના વેપાર કરતા કૈલાશ વિજયરાજ ભાદાણીએ થોડા દિવસો અગાઉ ઉઠમણું કરતા માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના કરોડો રૂપિયા ફસાયા હતા.સુરતના વેસુ આગમ ક્રોસ રોડની સામે સ્ટાર ગેલેક્સી ડી-716 માં રહેતા અને રીંગરોડ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં જી.એસ.સીન્થેટીક્સના નામે સાડીના વેપાર કરતા જીતેન્દ્રકુમાર રઘુનંદપ્રસાદ ગુપ્તા પાસેથી બિહારના શહરશાહમાં શ્રી હનુમાન ટેક્ષ્ટાઇલના નામે દલાલીનું કામ કરતા પરિચિત દલાલ પ્રતાપ જૈને ગત 13 સપ્ટેમ્બર 2019 થી 4 સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ.4,96,75,384 ની મત્તાની સાડી કૈલાશ ભાદાણી, તેની પત્ની સોનુ, પિતા વિજયભાઈ અને સસરા સમરથલ ચોરડીયાને અપાવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણી

જોકે, તમામે તેનું પેમેન્ટ કર્યું ન હતું અને 15 દિવસ અગાઉ જીતેન્દ્રકુમારને દુકાને બોલાવી કૈલાશે સાઢુભાઈ અરવિંદ જૈન સાથે વાત કરવા કહ્યું હતું. અરવિંદે રૂ.1 કરોડમાં સેટલમેન્ટ કરવા કહેતા કૈલાશભાઈએ ના પાડી તો તમામે તેમને ધમકી આપી હતી અને બાદમાં ઉઠમણું કર્યું હતું.

જીતેન્દ્રભાઈની સાથે તમામે 21 એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના રૂ.2,93,21,406 પણ ન ચુકવતા કુલ રૂ.7,89,96,790 ની છેતરપિંડી અંગે જીતેન્દ્રભાઈએ આજરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા, સસરા, દલાલ પ્રતાપ જૈન અને અરવિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આવી રીતે જ કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા વિજયરાજે દલાલ અનિલ દુર્ગાદત્ત શર્મા મારફતે રીંગરોડ પ્રાઈમ પ્લાઝા ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ ફેબ્રિક્સ અને શુભલાભ ક્રિએશનના નામે સાડીનો વેપાર કરતા રાજેશભાઈ મોહનલાલ અગ્રવાલ પાસેથી ગત 8 નવેમ્બર 2019 થી 28 ઓગષ્ટ 2020 દરમિયાન કુલ રૂ.1,88,37,604 ની સાડી ખરીદી પેમેન્ટ કર્યું ન હતું અને ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : ફાયર વિભાગે 40 મિનિટમાં બે વ્યક્તિના જીવ બચાવ્યા, તાપીમાં મોતની છલાંગ મારનારાને મળી જિંદગી

કૈલાશ અને અન્યોએ 10 એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના રૂ.1,65,50,199 પણ ન ચુકવતા કુલ રૂ.3,53,87,803 ની છેતરપિંડી અંગે રાજેશભાઈએ આજરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા, દલાલ અનિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કુલ બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ નહીં ચુકવનારા કૈલાશ અને અન્યોની સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:September 26, 2020, 07:31 am