સુરત : ઑફિસનો કાચ તોડી ચાવી કાઢી, ચોર મર્સિડિઝ લઈને રફૂચક્કર, કાર મેળામાંથી થઈ વિચિત્ર ચોરી

સુરત : ઑફિસનો કાચ તોડી ચાવી કાઢી, ચોર મર્સિડિઝ લઈને રફૂચક્કર, કાર મેળામાંથી થઈ વિચિત્ર ચોરી
ફાઇલ તસવીર

સુરતના પીપલોદની ઘટના, કારમેક્સના કારમેળામાંથી તસ્કરોએ ઉઠાવી 14.70 લાખની મર્સિડિઝ, જાણો ચેતવણીરૂપ કિસ્સાનો ઘટનાક્રમ

  • Share this:
સુરત : સુરતમાં કોરોના કાળમાં લોકો ખરેખર બેરોજગાર (Umnemployment) બની અને ચોર ચકાટીના રવાડે ચડ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. આજે સુરતના પીપલોદ (Surat Piplod) વિસ્તારમાંથી એક કાર ચોરીની ઘટના આવી છે. જોકે, ચોરનારે બીજી કોઈ નહીં પરંતુ ખ્યાતનામ મર્સિડિઝ (Mercedez GLA Stolen) કંપનીની કારનીજ ઉઠાંતરી કરી છે.  ચોર લોકોએ કાર મેળા માટે રોડ પર રાખેલી મર્સિડિઝ કારને ચોરીને રફૂચક્કર થઈ ગયા છે. આમ સેકન્ડ હેન્ડ કાર વચેતા દલાલોએ અને વેન્ડરો માટે પણ આ કિસ્સો ચેતવણી સમાન છે. જોકે, આ કિસ્સામાં તો ચોરોએ હદ જ વટાવી દીધી હતી. ચોરોએ ફરિયાદ મુજબ ઓફિસનો કાચ તોડી બારીમાંથી અંદર જઈ ચાવી લઈને કારની ચોરી કરીને નીકળી ગયા છે.

બનાવની વિગત મુજબ પીપલોદ મહીન્દ્રા શો-રૂમની બાજુમાં આવેલ કાર મેક્સ નામના કારમેળામાંથી બે  અજાણ્યો રૂપિયા 14.70 લાખની કિંમતની મર્સિડિઝ કંપનીની કાર ચોરી કરી નાસી ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી સીસીફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. ડુમસ રોડ રાહુલરાજ મોલની બાજુમાં મિલન બંગ્લોઝ ખાતે રહેતા અજય હીરજીભાઈ રાદડીયા પંકજ જયસુખ પટેલ સાથે ભાગીદારીમાં પીપલોદ મહીન્દ્રા શો-રૂમની બાજુમાં જુની ગાડી લે-વેચનો કાર મેક્સના નામે કારમેળો ચલાવે છે.અજયભાઈએ ગત તા ૨૪મી ફેબ્રુઆરીના રોજ દિલીપ લાઠીયા પાસેથી તેની  રૂપિયા 14,70,000ની કિંમતની મર્સીડિઝ કંપનીની જી.ઍલ.ઍ મોડલની કાર ખરીદી હતી અને તેને કાર મેળાના પાર્કિંગમાં વેચવા માટે મુકી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે સવ્વા બે વાગ્યાના આરસામાં બે અજાણ્યાઑફિસના બારીના કાચ તોડી ટેબલના ખાનામાંથી  ચાવી લઈને મર્સિડિઝ કાર ચોરી કરી નાસી ગયો હતો.

આ પણ વાંચો :  અમરેલી : પર્યાવરણવિદ જીતુ તળાવિયાએ આપઘાત કર્યો, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ખળભળાટ

સવારે મેળામાં સાફસફાઈ કરતા ભુપેન્દ્ર માસ્ટરે પાકિગમાં મર્સિ઼ડઝ ગાડી નહી દેખાતા અજયભાઈને ફોન કરતા તેઓ અને ભાગીદાર પંકજ ઑફિસે દોડી આવ્યા હતા અનેસીસી કેમેરાïમાં જાતા બે અજાણ્યા શખ્સોએ ગાડી ચોરી જતા કેદ થયા હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે અજય રાદડીયાની ફરિયાદ લઈ સીસીફુટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગમિતાન કર્યા છે.

આ પણ વાંચો :  સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં રૂપિયા 6000નો કડાકો, દિવાળી સુધીમાં સામાન્ય માણસ ખરીદી શકશે સોનું?

આમ શહેરમાં જે કાર વેચનારા શખ્સો પોતાની ગાડીઓ રોડ પર મૂકીને તેની ચાવી દુકાનમાં કે ઑફિસમાં જ રાખે છે તેમના માટે આ ઘટના ચેતવણી સમાન છે. સુરત શહેરમાં કોરોના વાયરસના કારણે લદાયેલા લૉકડાઉનમાં રાહત મળતાની સાથે જ લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવો માહોલ સર્જાયો છે.
Published by:Jay Mishra
First published:October 05, 2020, 15:21 pm

ટૉપ ન્યૂઝ