સુરત : બેરોજગાર યુવક લિફ્ટ માંગી પહોંચ્યો બ્રિજ પર, તાપીમાં લગાવી મોતની છલાંગ

સુરત : બેરોજગાર યુવક લિફ્ટ માંગી પહોંચ્યો બ્રિજ પર, તાપીમાં લગાવી મોતની છલાંગ
પ્રતિકાત્મક તસવીર

સુરતની તાપી નદી સૌથી મોટું સુસાઇડ પોઇન્ટ બની ગયું છે, જોકે, તાપીમાં માછીમારી કરી રહેલા યુવકો જોઈ જતા આ યુવાનની જિંદગી બચી ગઈ હતી.

  • Share this:
સુરત : સુરત શહેમાંથી પસાર થતી તાપી નદી (Tapi) આસ્થાનું કેન્દ્ર છે. જોકે, આ જ તાપી નદીની ગોદમાં સમાઈને અનેક દુખિયારાઓએ જિંદગી ટૂંકાવી છે. તાપી નદી પર બંધાયેલા તમામ પૂલો સુરતમાં લોકો માટે આપઘાત (Suicide) પોઇન્ટ બની ગયા છે. દરમિયાન ગઈકાલે વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. સુરતની તાપી નદી પર આવેલા એક બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી પરંતુ મરનાર અને મારનાર કરતા તારનાર મોટો નીકળ્યો, યુવકે જ્યારે છલાંગ લગાવી ત્યારે તાપી નદીમાં (Attempt of suicide) માછીમારી કરી રહેલા યુવકો જોઈ ગયા અને આ યુવકની જિંદગી બચાવી લીધી હતી. યુવકનું રેસ્ક્યૂ કરાયા બાદ જાણવા મળ્યું કે તે માનસિક અસ્થિર છે અને લિફ્ટ માંગીને આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે  સુરતમાં ગતરોજ એક વિચિત્ર ઘટના બનવા પામી છે માનસિક અસ્વસ્થ યુવાને પહેલાં એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી અને ત્યારબાદ તાપી નદી પાસે પહોંચતા યુવાને બાઈક પરથી કૂદી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે, તાપી નદીમાં કામ કરતા કેટલાક લોકોએ આ યુવાનને બચાવી લીધો હતો.આ પણ વાંચો : સુરત : Nikeના નકલી બૂટ-ચપ્પલ વેચતા વેપારને ત્યાં CID ક્રાઇમના દરોડા, 71 લાખનો માલ ઝડપાયો

સુરતમાં સતત આપઘાતની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે ગતરોજ આપઘાતના પ્રયાસની એક એવી ગતના સામે આવી છે જે તમને પણ વિચારવા મજબૂર કરી નાંખશે. સુરતના માનદરવાજા ખાતે રહેતા શેખ રફીકે આમ તો હાલમાં બેકાર છે અને બેકારીને લઈને છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ છે. જોકે ગતરોજ તે આપઘાત માટે ઘરેથી નીકળ્યા બાદ આ યુવાને રસ્તામાં બાઈક ચાલાક પાસે પહેલા લિફ્ટ માંગી હતી અને નાનપુરાથી તાપી નદી તરફ જવા લાગ્યો હતો.

આ પણ વાંચો : સુરત: સૂર્યા મરાઠીના અંગત એવા રાકેશ મારુને અજાણ્યા લાકોએ રસ્તા પર જ ઢાળી દીધો, હત્યારા CCTVમાં કેદ થયા

જોકે તાપી નદીના બ્રિજ પાસે જાતની સાથે આ યુવાન બાઈક પરથી અચાનક કૂદી ગયો હતો અને ત્યાં હાજર લોકોની વચ્ચે જોત જોતામાં તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે ત્યાં હાજર લોકો જોતા રહી ગયા હતા જોકે તાપી નદીમાં માછીમારી કરતા કેટલાક યુવાનો દ્વારા આ માનસિક અસ્વસ્થ યુવાનને તાપી નદી માથી બચાવી લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:November 13, 2020, 10:07 am