સુરત: દહેજ ભૂખ્યા સાસરીયા, 54.50 લાખ લીધા બાદ પણ MBA યુવતીએ મારઝૂડ કરી તગેડી મુકતા ચકચાર


Updated: September 17, 2020, 10:42 PM IST
સુરત: દહેજ ભૂખ્યા સાસરીયા, 54.50 લાખ લીધા બાદ પણ MBA યુવતીએ મારઝૂડ કરી તગેડી મુકતા ચકચાર
પ્રતિકાત્મક તસવીર

તું અમારી પસંદ નથી, તારા પતિઍ તને પસંદ કરી છે, તું અમારા ઘરમાં નહીં ચાલે, ઘરકામ આવડતું નથી, તું અમારા પગની ચંપલ બરાબર છે, તેમ કહી રોજ ત્રાસ આપવાનું શરૂ કર્યું

  • Share this:
સુરત : ઉધના મગદલ્લા રોડ રત્ના આસ્થા ઍપાર્ટમેન્ટમાં રહેતા અગ્રવાલ પરિવારે પરિણીતા પાસે દહેજમાં અગાઉ રૂપિયા 54.50 લાખ લીધા બાદ મકાન ખરીદવા માટે વધુ રોકડા ૫૦ લાખની માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપ્યો તેમજ પતિએ દારૂના નશામાં તેણીને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી. ઍમબીઍની યુવતીઍ સાસરીયાઓની માંગણીને માન આપી સગાઈમાં 8.50 લાખની કાર આપી હતી અને સાપુતારાની હોટલમાં લગન્નો સમારંભ રાખ્યો હતો અને દહેજમાં રોકડા ૨૧ લાખ અને્ ૨૫ લાખના દાગીના આપ્યા હતા, છતાંયે દહેજભુખ્યા સાસરીયાઓઍ વધુ ૫૦ લાખની માંગણી કરી પરિણીતાને મારજુડ કરી ઘરમાંથી કાઢી મુકતા ભારે ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુમાં રહેતી ઍમબીઍ યુવતી શીખાનો દોઢ વર્ષ અગાઉ સોશિયલ મિડીયા સ્નેપચેટ પર યુવાનના સંર્પકમાં આવી હતી અને ત્યાર બાદ પરિવારની સમંતિથી લગ્ન કર્યા હતા. લગ્ન પૂર્વે સગાઇ વખતે શીખા પાસે તીક અગ્રવાલના માતા અને પિતા દ્વારા દહેજેમાં કારની માંગણી કરતા રૂપિયા ૮.૫૦ લાખની કિંમતની કાર ખરીદી આપી હતી. તેમજ લગ્નનો વૈભવી સમારંભ રાખવાની માંગણી કરતા શિખાની ખુશી માટે તેના માતા-પિતાઍ સાપુતારાની સનોટલ હોટલમાં તા. ૨૫ જુન ૨૦૧૯ના રોજ લગ્ન સમારંભ રાખ્યો હતો અને દહેજમાં રોકડા ૨૧ લાખ અને ૨૫ લાખના દાગીના આપ્યા હતા.

આ પણ વાંચોસુરત: ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચનાર પાડોશીને કોર્ટ ત્રણ વર્ષની સજા ફટકારી, જાણો - શું હતો મામલો?

તેમ છતા પણ દહેજ લાલચુ પતિ અને સાસરીયાઍ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. શીખાને તેના સાસુ-સસરાઍ તું અમારી પસંદ નથી, તારા પતિઍ તને પસંદ કરી છે, તું અમારા ઘરમાં નહીં ચાલે, ઘરકામ આવડતું નથી, તું અમારા પગની ચંપલ બરાબર છે, ઍમ કહી ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

બીજી તરફ પતિ ­તીક પણ દારૂના નશામાં શીખાને માર મારી ઘર ખરીદવા રોકડા રૂ. ૫૦ લાખની માંગણી શરૂ કરી, અને માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી અને ­તીક પરિવાર સાથે દહેજનો તમામ સરસામન લઇ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યો જતા છેવટે શીખાઍ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by: kiran mehta
First published: September 17, 2020, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading