સુરત : હીરા પર લાગતી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ, MP જરદોશે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો


Updated: September 23, 2020, 12:55 PM IST
સુરત : હીરા પર લાગતી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ, MP જરદોશે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
સાંસદ દર્શના જરદોશની ફાઇલ તસવીર

હીરા ઉદ્યોગને એક્સપોર્ટમાં પણ આ સમસ્યા સતાવે છે, વળી પાછો માલ જો પરત આવે તો ત્યારે પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. જાણો શું છે આ પાયાની સમસ્યા અને શું તેનો ઉકેલ આવશે

  • Share this:
સુરત : સાંસદ દર્શના જરદોશે (MP Darshan Jardosh) સંસદમાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યાઓ (Parliament) અંગે રજુઆત કરી છે.સંસદના સત્ર દરમિયાન શૂન્યકાળ માં હીરાઉદ્યોગની (Problems of Diamond industry)  સમસ્યાની રજૂઆત દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. સાંસદ દર્શના એ ગુજરાતી ભાષામાં હીરા (Gujarati speech of darshan jardosh) ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી છે.તેઓએ એક્સપોર્ટ ડ્યુટીને (Export duty on Diamonds) સાડા સાત ટકાથી ઘટાડી બે ટકા કરવા માટેની રજૂઆત કરી છે સાથે જીએસટીમાં (GST Input) ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે.

સંસદમાં દર્શના જરદોશે જણાવ્યું હતું કે જ્ઞાન વર્ષ પછી સંસદમાં તેઓ પ્રથમ વાર ગુજરાતીમાં સંબોધન કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સુરત એશિયાનું નહીં પરંતુ વિશ્વનું વિકાસશીલ શહેર છે જેમાં મુખ્ય ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે. ભારત સરકાર દ્વારા તેને ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

કોરોનાની (Coronavirus) પરિસ્થિતિ માં સૌથી પહેલો ઉદ્યોગ શરૂ થયું હોય તો ડાયમંડ ઉદ્યોગ છે. આંતરરાષ્ટ્રીય બજાર શરૂ થતાં નિકાસ શરૂ થઈ ગઈ છે પહેલા કરતા હાલ જુદી રીતે હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે 100 માંથી ન 90હીરા સુરત માં તૈયાર થતું હોય છે.

આ પણ વાંચો :   સુરત : 9 મિનિટમાં 15 લાખના હીરા ચોરી ફરાર થઈ ગયેલા ચોર ઝડપાયા, કાપોદ્રામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલાયો

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે એક્સપોર્ટ થાય છે ત્યારે  200 કરોડ ઉપર સાડા સાત ટકાનો ડ્યુટી લગાડવામાં આવે છે એમાંથી જો 50 કરોડનો માલ પરત થાય તો એના પર પણ ડ્યુટી લગાડવામાં આવતું હોય છે જે બે ટકા ડ્યૂટી કરવા માંગ છે ઇન્ટરનેશનલ ટ્રેડ શરૂ થઈ ગયું છે.



આ પણ વાંચો :  સુરત : સુર્યા મરાઠી ગેંગની કમાન લેડી Donના હાથમાં?, આપઘાત કેસમાં નામ આવતા ચર્ચા

નાણામંત્રી દ્વારા હીરા ઉદ્યોગના અગ્રણી તેમ જ પ્રમોશન કાઉન્સીલ સાથે રહેનાર કરવામાં આવ્યું છે રિપોર્ટ આવશે તો પરિણામ પણ આવશે પરંતુ જીએસટી રીટર્ન ની અંદર પણ સૌથી વધારે સમસ્યા સુરતને ઉદ્ભવી રહી છે જીએસટી ની પ્રક્રિયા માં કાચા અને તૈયાર હીરા પર 25 ટકા લાગુ પડે છે.. જરૂરી પ્રક્રિયા માં 1.5 ટકા થી 18 ટકા માં ડ્યુટી છે પરંતુ ઈનવરટેડ ડ્યુટી સ્ટ્રક્ચર duty હોવા છતાં કાયદામાં ઈનપુટ ક્રેડિટ મળી શકે તેમ જોગવાઈ કરાય....
Published by: Jay Mishra
First published: September 23, 2020, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading