સુરતમાં રત્નકલાકારોને મૅડીક્લેઇમ સાથે આઈકાર્ડ અપાશે

News18 Gujarati
Updated: September 26, 2019, 4:21 PM IST
સુરતમાં રત્નકલાકારોને મૅડીક્લેઇમ સાથે આઈકાર્ડ અપાશે
ફાઇલ તસવીર

મૅડિક્લેઇમ માટે જે પ્રીમિયમ ભરવાનું થશે તેની 75% રકમ GJEPC તરફથી આપવામાં આવશે, જ્યારે 25% રકમ રત્નકલાકારે ભરવાની રહેશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : હાલ હીરા ઉદ્યોગ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ GJEPC (Gem and Jewellery Export Promotion Council) અને સુરત ડાઇમન્ડ એસોસિએશન તરફથી રત્નકલાકારોને મૅડિક્લેઇમ સાથે આઈડી કાર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જીજેઇપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના કારીગરો માટે પરિચય કાર્ડ યોજના શરૂ કરાય છે. આ યોજના હેઠળ નાની-નાની જેમ-જ્વેલરી ફેક્ટરીના કારીગરોને પરિચય કાર્ડ આપવામાં આવશે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા રત્નકલાકારોની નોંધણી થાય તથા તેઓને ઓળખકાર્ડ રૂપી પરિચય કાર્ડ મળે તે માટે જીજેઇપીસી તથા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં ૫૦ હજાર જેટલા કાર્ડ ઇશ્યૂ કરવાનું આયોજન છે, જે માટે ડાયમંડ એસોસિયેશન ખાતે આવતીકાલથી નોંધણી શરૂ કરવામાં આવશે. દોઢ માસ પહેલાં યોજાયેલા કેરેટ્સ એક્ઝિબિશનમાં સુરત ડાયમંડ એસોસિયેશન અને જીજેઇપીસી વચ્ચે રત્નકલાકારોના મેડીક્લેમ મુદ્દે જાહેરાત થઈ હતી.

આ ઉપરાંત પરિચય કાર્ડ ધરાવતા રત્નકલાકારો જ્વેલરી વર્કર્સને મેડીક્લેમની ગ્રુપ પોલિસી ઓફર કરાશે. જે માટેનો તથા તેના પરિવારનો રૂપિયા એક લાખનો મેડિકલ મળશે. પોલીસના પ્રીમિયમ પૈકીની ૭૫ ટકા રકમ જીજેઇપીસી દ્વારા ભોગવવામાં આવશે. જ્યારે 25 રત્નકલાકારે આપવાની રહેશે. ફક્ત રત્નકલાકારના વીમા માટે વાર્ષિક રૂપિયા 350 અને પરિવાર સાથેના ગ્રુપમાં 550 તથા ટેક્સ જેટલી રકમ ભરપાઈ કરવાની રહેશે.

આ યોજના હેઠળ રત્નકલાકારોને પરિચય આપવાની નોંધણી કરવામાં આવી રહી છે. જે માટે આગામી ૨૭ અને 28મીના રોજ સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે સવારે ૧૦ થી 5:00 દરમિયાન નોંધણી કરાશે. જ્યારે 29 તારીખના રોજ પુણા ખાતેની લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ ખાતે સવારના અરસામાં કેમ્પમાં નોંધણી કરાશે. આ યોજના હેઠળ જેઓને વીમો લેવાની ઈચ્છા હશે તેને વીમો આપવામાં આવશે, જ્યારે જેને ફક્ત નોંધણી કરાવવાની હોય છે તેઓની નોંધણી કરી પરિચય કાર્ડ આપવામાં આવશે.

મંદીથી કોઈ રત્નકલાકાર આપઘાત ન કરે તે માટે મહિલાઓએ બીડું ઝડપ્યુંશહેરના સરથાણા વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા એક પરિવારના પુત્ર રજુ ખેનીએ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. રત્ન કલાકાર તરીકે કામ કરી સુરતમાં રહેતા રાજુના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. રાજુનો પરિવાર વતનમાં રહેતો હતો, જે તેના પર નભતો હતો. છેલ્લા સાત મહિનાથી હીરામાં મંદીને કારણે મહિને રૂ. 25 હજારનું કામ કરતો આ યુવક મહિને ફક્ત રૂ. 10 હજારનું કામ કરતો હતો.

રાજુભાઈ જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારના દરકે મકાનમાં રહેતા લોકો હીરા ઉધોગ સાથે જોડાયેલ હતા. આ વિસ્તારમાં મંદીમાં કોઈ પરિવાર ન ઉઝળે તે માટે હવે પરિવારની મહિલાઓ વહારે આવી છે. મહિલાઓ હવે પોતાના પતિ ભાઈ કે પરિવારની મદદ માટે સ્ટોન વર્ક કે તોરણ બનાવીને આર્થિક મદદ કરી રહી છે.
First published: September 26, 2019, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading