કોરોનાના હાહાકાર વચ્ચે સુરત સિવિલમાં મેડિકલ ઓફિસર ઓન ડ્યૂટી ગેમ રમતા ઝડપાયા, Video વાયરલ

કોરોનાના હાહાકાર વચ્ચે સુરત સિવિલમાં મેડિકલ ઓફિસર ઓન ડ્યૂટી ગેમ રમતા ઝડપાયા, Video વાયરલ
વાયરલ વીડિયોની તસવીર

નવી સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદમાં ધેરાયેલી રહે છે. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં પોઝેટિવ દર્દીઓની સારવાર, વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા.

  • Share this:
સુરતઃ હાલમાં સુરત શહેરમાં (surat city) કોરોના વાયરસના (coronavirus) કેસોએ માજા મુકી છે. સતત કેસમાં વધારો નોધાય રહ્યો છે. ત્યારે સુરતમાં સિવિલમાં (surat civil hospital) બેડ વધારવા માટેની જાહેરાત હાલમાંજ આરોગ્ય સચીવ જયંતી રવિએ (Health Secretary Jayanti Ravi) કરી હતી. આજે પણ આરોગ્ય સચિવ સુરતમાં જ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરના (Trauma Center) એક ડોકટરોનો વીડિયો વાયરલ (Video viral) થયો છે. આ ડોકટર ડ્યૂટી ટાઇમ પર આરામથી ટેબલ પર પગ મુકીને મોબાઇલમાં ગેમ રમી રહ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદમાં ધેરાયેલી રહે છે. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં પોઝેટિવ દર્દીઓની સારવાર, વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા. પરંતુ સરકારી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા અને સુરતમાં કોરોનાના સંક્રમણના કેસો ધટે તે માટે રાજયના આરોગ્ય સચીવ જયંતી રવિ ચાર દિવસથી સુરતમાં ધામા નાખીને બેઠા છે.આ પણ વાંચોઃ-વ્યસનીઓ માટે ફરી માઠાં સમાચાર! સુરતમાં આ ત્રણ વિસ્તારોમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યારે ખુલશે?

આ પણ વાંચોઃ-Photo: દુનિયાની પહેલી સોનાની હોટલ, કેટલાક લોકોની આખા વર્ષની કમાણી જેટલું છે એક રાતનું ભાડું

રોજ સિવિલ સહિત અલગ અલગ વિભાગના કર્મીઓ સાથે મીટીંગોનો દોર ચાલે છે. એવામાં આજે નવી સિવિલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટર ખાતે ચીફ મેડિકલ ઓફિસરનો (Chief Medical Officer) એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ છે કે મેડીકલ ઓફિસર ડો એમ સી ચૈહાણ પોતાના ડ્યૂટી ટાઇમમાં કેબીનમાં ટેબલ પર પગ રાખી આરામથી મોબાઇલમાં ગેર રમી રહ્યા છે.આ વીડિયોની સોશિયલ મીડિયામાં ખુબજ ટીકાઓ થઇ છે. ઉલ્લેખનીય છેકે હાલામાં ડો. ચૌહાણને એમએલસી અને પોસ્ટમોર્ટમની ડ્યૂટી આપવામાં આવી છે. અગાઉ પણ આ ડોકટર દર્દી ઓ સાથે અને પોલિસ સાથે ઘર્ષણમાં આવી ચુકયા છે. હાલમાં શોસ્યલ મિડિયામાં આ વીડિયોને લઇને લોકો સિવિલના કારભારને લઇને અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
Published by:ankit patel
First published:July 03, 2020, 17:05 pm

टॉप स्टोरीज