ગરમીથી બચવા દિવસનું 5 લિટર પાણી પીવો, બપોરે 12થી 5 ઘરમાં જ રહો!

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 4:28 PM IST
ગરમીથી બચવા દિવસનું 5 લિટર પાણી પીવો, બપોરે 12થી 5 ઘરમાં જ રહો!
છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને કારણે સુરતીલાલાઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગુજરાતમાં દરેક શહેરમાં આકાસમાંથી અગન વર્ષા થઇ રહી છે. સુરતીલાલાઓ કાળઝાળ ગરમીના કારણે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ સર્તકતાના પગલા રુપે વિવિધ સ્થળો પર ગરમી સામે રક્ષણ મેળવવાને લઇને બેનરો લગાડવામાં આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 4:28 PM IST
છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને કારણે સુરતીલાલાઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગુજરાતમાં દરેક શહેરમાં આકાસમાંથી અગન વર્ષા થઇ રહી છે. સુરતીલાલાઓ કાળઝાળ ગરમીના કારણે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ સર્તકતાના પગલા રુપે વિવિધ સ્થળો પર ગરમી સામે રક્ષણ મેળવવાને લઇને બેનરો લગાડવામાં આવ્યા છે.

ગરમીથી બચવા શું કરશો જાણો

દિવસે 5 થી છ લિટર પાણી પીવું, બપોરે 12 થી 5 ઘરની બહાર નહિ નિકળવું તથા ઘરની બહાર નીકળો ત્યારે મોઁઢા પર સ્કાપ કે રુમાલ બાંધવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગરમીનો પારો અત્યાર સુધી 38 ડીગ્રી સુધી સિમિત રહેતો હતો જો કે જે રીતે ગરમી ઓકાય રહી છે તેને કારણે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સમયમાં વધુ ગરમી પડશે તેવી આગાહી કરી છે.

First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर