Home /News /south-gujarat /કોઇ MBA તો કોઇ એન્જિનિયર, તો કોઇ CA,CS આટલું ભણ્યાં બાદ સંસાર ત્યાગી લેશે દીક્ષા

કોઇ MBA તો કોઇ એન્જિનિયર, તો કોઇ CA,CS આટલું ભણ્યાં બાદ સંસાર ત્યાગી લેશે દીક્ષા

સુરત દિક્ષા સમારંભનું થશે આયોજન

Surat News: સુરતમાં 74માં સામુહિક દીક્ષા મહામહોત્સવનો પ્રારંભ થયો જેમાં ઘણાં બધા નવ યુવાનોએ દીક્ષા લીધી. કુશાગ્ર ડીગ્રીધારીઓ, ભૌતિક ડીગ્રીને ફગાવી શાશ્વત સુખ ની સાચી સંવેગ ની ડીગ્રી લેવા સિંહની જેમ મહાભિનિષ્ક્રમણ કરી રહ્યાં છે

સુરત : કંકોતરી લખાઇ ચુકી છે. ગામે ગામ, શહેર અને દેશભરમાં નિમંત્રણ પાઠવાઈ રહ્યા છે. સુરત સજ્જ થઈ ચૂક્યું છે, ત્યાગધર્મનો એક નવો આયામ રચવા માટે લોકોમાં પણ હવે ઇન્તેઝારી વધી રહી છે. સુરતમાં 25 થી 29 નવેમ્બર દરમિયાન થનારા આ 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે હાલ વેસુ બલ્લર હાઉસ ખાતે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં સણવાલનાં સંઘવી પરિવાર લાભાન્વિત ભવ્ય ઉપધાન ચાલી રહ્યાં છે તેજ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો-શરમશાર સુરત: પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, દીકરીએ કરી પોલીસ ફરિયાદ

ચાર લાખ સ્કવેર ફીટના વેસુના બલર હાઉસમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ થયું છે. જેમાં 1.10 લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. 50,000 લોકોની બેસાડીને સા ધર્મિક ભક્તિ થઈ શકે તેવી એક, બીજી નગરી બની રહી છે. છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે ૫૫ જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો-Dwarka Drugs Update: મોડી રાત્રે સર્ચ-ઓપરેશનમાં વધુ 46 કિલો ડ્રગ્સ પકડાયું, ત્રણની ધરપકડ

▪️ અમિષભાઇ CA,CS (cs,inter રેન્ક હોલ્ડર)
▪️ કરણભાઇ BE,સિવિલ એન્જિનિયર
▪️ શ્રેણિકકુમાર BCA
▪️ પ્રિયેનકુમાર ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ
▪️ ભવ્યાકુમારી ડોક્ટર
▪️ દિવ્યાકુમારી CS
▪️ રિનિકાબેન MBA
▪️ કિંજલકુમારી BBA
▪️ કરિશ્માકુમારી BFM
▪️ રેખાબેન Mcom
▪️ શ્રિયાકુમારી કોમ્યુટર એન્જિનિયરીંગ
▪️ અંકિતભાઇ(M.com) CA
▪️ વિનીતકુમાર BCA
▪️ શૈલ કુમાર CA
▪️ આજ્ઞાકુમારી CS

નેશનલ લેવલના ફુટબોલ અને કબડ્ડીનાં ખેલાડી ભવ્યકુમારને ગુરુયોગની વાણીથી સંસારનું સ્વરુપ સમજાયું કે સંસારમાં બધેજ આભાસી સુખની દોટમાં ફુટબોલની જેમ અથડામણ અને સ્વાર્થ અને મતલબની કબડ્ડીજેવી રમત છે. તઓ રમત વગરની પરમાનંદની સંવેગની દુનિયામાં ચાલી નીકળ્યા હતા.

25મી નવેમ્બરથી ત્રણ દિવસ સાકર સ્વીકારવામાં આવશે અને સાકર આપનારને સ્મૃતિભેટ અપાશે. અંદાજીત 15થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે એવી સંભાવના છે. 10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે. સુરતનાં બાળકોને,બાળસંસ્કરણ હેઠળ નિયમાવલી આપવામાં આવશે અને આ રીતે આરાધના કરનારા દરેક બાળકોનું બહુમાન કરાશે. ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવાનો લાભ આપવામાં આવશે. ઘરથી ઉત્સવ સ્થળ સુધી બસ લઇ જશે અને મૂકી જશે. આવવા જવાની તકલીફના કારણે કોઈ ઉત્સવથી વંચિત ન રહી જાય એ હેતુથી આ આયોજન કરાયું છે. નોંધનીય છે કે પ્રભુવીર દીક્ષા કલ્યાણક કારતક વદ 10, 29 નવેમ્બરે. 74માં સિંહ સત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે.
First published:

Tags: CA and CS, Diksha Samarambh, Engineer, MBA, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો