સુરત : મામાએ ભાણેજ અને ભાણીઓને ધમકાવીને એસિડ એટેક કરવાની આપી ધમકી

સુરત : મામાએ ભાણેજ અને ભાણીઓને ધમકાવીને એસિડ એટેક કરવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

કૌટુંબિક મામા વિરૂધ્ધ ભાણેજે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

  • Share this:
સુરતમાં (Surat) માનવતા શર્મશાર કરતો કિસ્સો સામે આવ્ચો છે. સગા મામાએ બે ભાણેજની છેડતી કરતા હતા.  આ ઘટનામાં સાત વર્ષ પહેલા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેની અદાવત રાખીને મામાએ એસિડ એટેકની (Acid attack) ધમકી આપી છે. મામાએ ઇન્સ્ટાગ્રામમાં (Instagram) મેસેજમાં કહ્યું કે, હું બે દિવસમાં તારા પર એસિડ એટેક કરવાનો છું` આ સાથે બે સગી બહેન ઉપર પણ એસિડ નાંખી મારી નાંખવાની ધમકી આપી છે. જે બાદ કૌટુંબિક મામા વિરૂધ્ધ ભાણેજે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરત માં બે બહેન પર એસિડ એટેક કરવાની ધમકી તેના ભાઈના સશિયલ મીડિયા એકાઉન્ડ પર આપવામાં આવી છે.  ધમકી આપનાર અન્ય કોઈ નહિ તેના મામા વિરુદ્ધ ભાણેજે પોલીસ ફરિયાદ નોંધવી છે.  ઇન્સ્ટાગ્રામ આઇડી પર ગત રોજ સવારના 10 વાગ્યાના અરસામાં કૌટુંબિક મામા પથીક ઉર્ફે લાલો ઇશ્વર અડીયેચાનો ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે `તું મને પોલીસની ધમકી આપે છે, તારાથી થાય તે તોડી લે, આ મારૂ લખાણ છે બે દિવસમાં તારા ચહેરા પર એસિડ એટેક કરવાનો છું.` જેથી યુવાને મામા પથીક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.7 વર્ષ પહેલા યુવાન પરિવાર સાથે પુણા ગામના બજરંગ નગરમાં પથીકના ઘરમાં ભાડેથી રહેતો હતો. તે દરમ્યાન પથીકે તેની બે બહેની  છેડતી કરવાનું શરૂ કર્યુ હતું. મામાની કનડગતથી કંટાળી બંનેવ બહેન દ્વારા  પિતા અને ભાઇને જાણ કરતા તેમણે ભાડાનું ઘર ખાલી કરી બીજે ઠેકાણે રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ પથીક ત્યાં પણ પહોંચી જતો હતો અને વારંવાર ફોન કરી બંન્ને બહેનોની છેડતી અને પીછો કરતો હતો. આ ઉપરાંત ફોન અને મેસેજ કરી બંન્ને બહેન પર એસિડ નાંખવાની અને સંબંધ નહિ થવા દેવાની ધમકી આપી પોલીસ મારૂ કંઇ બગાડી નહિ લે તેવી ધમકી આપતો હતો. જેથી યુવાને  અગાઉ કાપોદ્રા અને અમરોલી પોલીસ મથકમાં મામા વિરુદ્ધ અરજી પણ કરી હતી.

આ પણ વાંચો - સુરત : 5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો લોકડાઉનમાં બેકાર થયેલા યુવાનોએ કેવી રીતે માસ્ટર પ્લાન ઘડ્યો

પરંતુ વડીલોની દરમ્યાનગીરીથી પથીક બીજી વખતે કનડગત નહિ કરશે તેમ કહી માફી માંગી લેતો હતો. પરંતુ ત્યાર બાદ પણ પથીકે કનડગત કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ જુઓ - 

સમાજમાં બદનામ કરવાની તથા એસીડ એટેક કરવા માટે એસિડ ખરીદયાનું બિલ વ્હોટ્સ અપ પર મોકલાવી ધમકી આપતો હતો. ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ફેક આઇડી બનાવી સતત ફોલો કરનાર પથીકની છેલ્લા 7 વર્ષની કનડગતથી મુક્તિ મેળવવા છેવટે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો - ટંકારાના બંગાવડી ગામ પાસે પુલ તૂટ્યો, હળવદનો બ્રાહ્મણી ડેમ ભરાઈ જતા નવ ગામોમાં અલર્ટ જાહેર
Published by:Kaushal Pancholi
First published:July 08, 2020, 07:49 am

ટૉપ ન્યૂઝ