સુરતમાં બેકાબૂ આગ : 'બિલ્ડિંગની બનાવટ એવી છે કે અંદર જવાતું નથી અને ધુમાડો બહાર આવતો નથી'

News18 Gujarati
Updated: January 21, 2020, 12:03 PM IST
સુરતમાં બેકાબૂ આગ : 'બિલ્ડિંગની બનાવટ એવી છે કે અંદર જવાતું નથી અને ધુમાડો બહાર આવતો નથી'
આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે.

આ આગને કારણે કડોદરા-સુરત કોસ્ટલ હાઈવે બંધ કરાયો છે.

  • Share this:
સુરત : શહેરનાં પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં રાતે સડા ત્રણ વાગે ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો છે. આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની 57 જેટલી ટીમો અને 200 ફાયરનાં કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી. આ આગને કારણે કડોદરા-સુરત કોસ્ટલ હાઈવે બંધ કરાયો છે. આ ઉપરાંત આ રસ્તા પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતનાં કોમ્પલેક્સમાં ભયંકર આગ લાગતા ફાયર બ્રિગેડની 57 ગાડી, 200 કર્મીઓ ઘટનાસ્થળે

આ બિલ્ડીંગમાં 15 દિવસ પહેલા પણ આગ લાગી હતી અને આજે ફરીથી અહીં વિકરાળ આગ લાગી છે. આ બિલ્ડીંગ પાસે ફાયરનું એનઓસી સર્ટિફિકેટ પણ છે. તો સવાલ એ થાય કે, આ બિલ્ડીંગ કે જેમાં 500થી વધુ દુકાનો આવેલી છે, હજારો લોકોની અહીં રોજ અવરજવર છે તો ફાયર વિભાગે કોઇ પણ તપાસ કર્યા વગર આ બિલ્ડીંગને એનઓસીનું સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યું?

વહેલી સવારેનું દ્વશ્ય


બિલ્ડીંગની બનાવટને કારણે ધુમાડો અંદર લોક થઇ ગયો છે

ફાયર બ્રિગેડનાં અધિકારી સાથે આ અંગે વાત કરાત જણાવ્યું કે, 'શહેરની તમામ ફાયરની ગાડીઓ અહીં બોલાવવામાં આવી છે. તમામ ફાયર સ્ટેશનનાં બધા જ કર્મચારીઓને પણ બોલાવી દેવામાં આવ્યાં છે. આ આગ સાતમાં માળથી 13માં માળ સુધી પ્રસરી ગઇ છે. એલિવેશનનાં કારણે અંદર જઇ નથી શકાતું અને બિલ્ડીંગની બનાવટ એવી છે જેના કારણે સ્મોક લોક થઇ ગયું છે. હજી આ આગ પર કુલિંગ સાથે કાબુ મેળવતા હજી 24 કલાક લાગી શકે છે. '

 
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर