સુરત : ઈચ્છાપોર ગામમાં રહેતી પરિણીતાને ગામના યુવકે પ્રેમજાળમાં ફસાવી સાથે રાખવાની લાલચ આપી બનેવીના ઘર સહિત અલગ અલગ વિસ્તારમાં ફરવા માટે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
જોકે આ પરણિતા પર યુવકના બનેવીએ પણ બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ પરિણીતાએ મળવાની ના પાડતા તેના ઘરે જઈને ઢીક્કા-મુક્કીનો મારમારી તોડફોડ કરી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે નરાધમ અને તેના બનેવી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના ઈચ્છાપોર ગામ ખાતે આવેલ ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા જીગર ગણપત પટેલે નામના યુવાને તેના ઘર નજીક રહેતી પરિણીતાને ત્રણ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. જીગરે પરિણીતાને સાથે રાખવાની વાત કરી આને તેને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરવા માટે લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો હતો.
જોકે ત્યારબાદ એક દિવસ તેના બનેવી મનીષ પટેલ સાથે તેની ફોરવ્હીલ કારમા તેના ઘરે લઈ જઈ ત્યાં પરિણીતા અને તેના છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો.
ગત તારીખ ૨૫મીના રોજ પણ જીગરે મળવા માટે બોલાવી હતી પરંતુ, પરિણીતા્એ મળવાની ના પાડતા જીગર ઘરે આવી ગાળાગાળી કરી ઢીકમુક્કીનો મારમાર્યો હતો, અને તેનો મોબાઈલ ફોન તોડી નાંખ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ આપતા પોલીસે મહિલાની ફરિયાદ ના આધારે ગુનો નોંધી, જીગર પટેલ અને તેના બનેવી મનીષ સામે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.