સુરત : કતારગામમાં સસરાને 'વહુની ફ્રેન્ડ રિક્વેસ્ટ' આવી, 'I Love you-માય જાન,' પરિવારે કરી ફરિયાદ

સુરત : કતારગામમાં સસરાને 'વહુની ફ્રેન્ડ રિક્વેસ્ટ' આવી, 'I Love you-માય જાન,' પરિવારે કરી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

કતારગામમાં રહેતી 33 વર્ષીય પરિણીતા બની સાયબર ક્રાઇમનો ભોગ, પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો

  • Share this:
સોશિયલ મીડિયા જેટલુ જ ફાયદાકાર છે એટલો જ તેનો ગેરફાયદો પણ છે. સોશિયલ મીડિયાનો (Social Media) સૌથી મોટો ગેરફાયદો એ છે કે આજકાલ મહિલાઓ સાયબર ક્રાઇમનો (Cyber crime) ભોગ બની રહી છે.મહિલાઓના નામે અવારનવાર નકલી એકાઉન્ટ (Fake ID) બનાવી અને તેમની હેરાનગિત કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો સુરતના કતારગામની (Surat Katargam) મહિલા સાથે બન્યો છે. સુરત કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના (Married Woman) નામે કોઈ ભેજાબાજે ફેક ફેસબુક ઍકાઉન્ટ (Fake FB ID) બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી તેમજ ફેસબુક ઍકાઉન્ટના સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં 'આઈ લવ યુ માય જાન' લખ્યું હતુ.

બનાવની વિગત એવી છે કે સુરત શહેરના  કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા  મોબાઈલ ફોનને ઉપયોગ કરતી નથી તેમજ સોશીયલ મીડીયા ઉપર ફેસબુક સહિત કોઈ ઍકાઉન્ટ બનાવ્યું નથી. છતાંયે કોઈ બદમાશે તેના નામે ફેક ફેસબુક ઍકાઉન્ટ બનાવ્યું હતુ અને તેમાં પરિણીતાના ફોટા કરવાની સાથે સગાસંબંધીઓને  ફેકબુક મેસેન્જરમાં ફોટો અને મેસેજ કર્યા હતા. બદમાશે પરિણીતાના સસરાને  જ ગત તા 20મી ઑગસ્ટના રોજ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફોટો અપલોડ કર્યા હતા.આ પણ વાંચો :  સુરત : વરાછાની પરિણીતાને નગ્ન વીડિયો મામલે બ્લેકમેઇલ કરનાર પૂર્વ પ્રેમીનો મિત્ર ઝડપાયો, ચેતવણીરૂપ ઘટના

જેથી પરિણીતાને તેના નામનું ફેક ફેસબુક ઍકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની જાણ થતા તેના પતિએ પોલીસમાં અરજી કરી હતી ત્યારબાદ પણ બદમાશે ફેક ફેસબુક ઍકાઉન્ટ ચાલુ રાખ્યું હતુ અને ગત તા 24મી નવેમ્બરના રોજ ફેસબુકના ઍકાઉન્ટ સ્ટેટસમાં પણ ફોટોગ્રાફ મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 43 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો! પ્રેમીએ અંગત તસવીરો કરી વાઇરલ

સુરત: સુરતમાં આજકાલ મહિલાઓને (Surat) પરેશાન કરવાના ગુનાઓની વણઝારી લાગી છે. એક પછી એક કિસ્સાઓ પોલીસ ફરિયાદના (Police Complain) કારણે સામે આવી રહ્યા છે. મહિલા સાથેના અત્યાચાર અને શોષણ સામે મહિલાઓ સામેથી અવાજ ઊઠાવી રહી છે, ત્યારે પોલીસ પણ તેમને મદદ કરી રહી છે. પોલીસ આવી ફરિયાદોને નોંધીને તાત્કાલિક તેનું નિવારણ લાવવા પણ પ્રયત્નશીલ છે.
Published by:Jay Mishra
First published:November 27, 2020, 16:27 pm

टॉप स्टोरीज