Home /News /south-gujarat /Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ
Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News: મહિલા કોઈ ઈસમ અલગ અલગ મોબાઈલ ફોનનો (mobile phone) ઉપયોગ કરીને પરિણીતા પાસે શારીરિક (physical relation) સુખ માણવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવતી હતી.
સુરતઃ સુરતના લિબાયત (Limbayat) વિસ્તારમાં મહિલાની છેડતીનો (Molestation OMG case) વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા મહિલા કોઈ ઈસમ અલગ અલગ મોબાઈલ ફોનનો (mobile phone) ઉપયોગ કરીને પરિણીતા પાસે શારીરિક (physical relation) સુખ માણવાની ઈચ્છા પ્રગટ કરવામાં આવતી હતી. સાથે જ પરિણીતાને પ્રેમ કરવા માટે દબાણ કરીને જો તેમ ન કરે તો પતિને પણ માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. ઉપરાંત સોશિયલ મીડિયાના (social media) એકાઉન્ટમાં મહિલાને અશ્લિલ ફોટો મોકલાતા હતો. જોકે મહિલા આ મામલે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવતા પોલીસ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
સુરત બળાત્કાર અને મહિલા છેડતી ફરિયાદો સતત સામે આવી રહી છે ત્યારે મહિલા અત્યાચાર વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણકે સુરતના લિબાયત વિસ્તારમાં રહેતી મહિલાને છેલ્લા વીસેક દિવસથી કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવતાં હતાં.
ફોન તથા મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. બદમાશ દ્વારા પરિણીતાને અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબર પરથી કોલ કરીને તેની પાસેથી જાતિય શારીરિક સુખની માગ કરવામાં આવતી હતી.
એટલું જ નહીં પરંતુ તેણીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વોટસએપ પર કિસિંગ સહિતના બીભત્સ ફોટો અને મેસેજીસ મોકલવામાં આવતાં હતાં.વોટસ-એપ ઉપર છોકરીઓના ચુંબન કરતા બીભત્સ ફોટો તેમજ મેસેજીસ કરી મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતીં.
જો મહિલા આ અજાણ્યા ઇસમપરિણીતાને પ્રેમ કરવા માટે ફોર્સ સાથે પ્યાર મોહબત ન કરે તો મહિલાને તથા તેના પતિને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને આ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે આ મહિલાની ફરિયાદ સાંભળીને એક સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઝડપી અને આ વિચિત્ર કિસ્સા સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.