સુરત: 'પતિને સગી ભાભી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ,' 27 વર્ષથી સાસરીયાથી પીડિત પરિણીતાની દયનીય કહાની

સુરત: 'પતિને સગી ભાભી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ,' 27 વર્ષથી સાસરીયાથી પીડિત પરિણીતાની દયનીય કહાની
પ્રતિકાત્મક તસવીર

પતિના સગી ભાભી સાથેના અનૈતિક સબંધની જાણ પરિણીતાને થઇ હતી. જોકે પોતાનું લગ્ન જીવન બચાવવા તેને આંખ આડા કાન કર્યા હતા.

  • Share this:
સુરત: વેસુમાં રહેતી મહિલાના લગ્ન જીવનના 27 વર્ષ વીતી ગયા છતાં પણ પતિની દહેજની ભૂખ સંતોષ નથી થતી. આ ૨૭ વર્ષના સમયગાળામાં મારૂતિ કારથી લઇ સોનાના દાગીના, ટીવી, ફ્રીજ સહિત અંદાજે 11 લાખથી વધુનો સરસામાન દહેજે પેટે આપ્યો હોવા છતા સગી ભાભી સાથે અનૈતિક સબંધ ધરાવતા પતિએ સતત ત્રાસ ગુજારવાનું શરુ રાખતા પત્ની અસાધ્ય બિમારીનો ભોગ બની હતી. જેથી પત્નીએ પતિ સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

વેસુમાં રહેતી પરિણીતાનાં લગ્ન વર્ષ 1994માં પંકજ સુરેન્દ્ર ગોયેલ સાથે થયા હતા. અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડા જ દિવસોમાં પતિના સગી ભાભી સાથેના અનૈતિક સબંધની જાણ પરિણીતાને થઇ હતી. જોકે પોતાનું લગ્ન જીવન બચાવવા તેને આંખ આડા કાન કર્યા હતા. હરિયાણા ખાતે નોકરી કરતા પતિને પરિણીતા ભાભી સાથે કઢંગી હાલતમાં જોઇ જતા બંને વચ્ચે ઝઘડો થયો. જેથી પતિ પંકજે પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ મામલે પરિવારનાં વડીલોએ દરમ્યાનગીરી કરતા પરિણીતાએ ફરી પતિ સાથે રહેવા ગઇ હતી.સુરત: વરાછામાં પ્રેમી થયો લોહીલુહાણ, પ્રેમિકાના ભાઈએ ચપ્પાના ઘા મારી કર્યો જીવલેણ હુમલો

સુરત: વરાછામાં પ્રેમી થયો લોહીલુહાણ, પ્રેમિકાના ભાઈએ ચપ્પાના ઘા મારી કર્યો જીવલેણ હુમલો

લગ્ન સમયે પરિણીતાને પિયર તરફથી કરિયાવરમાં મારૂતિ કાર, સોનાના 4 સેટ સહિત અન્ય દાગીના, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન અને રોકડા 50 હજાર આપ્યા હતા. તેમ છતાં દહેજના ભૂખા પતિ, સસરા સુરેન્દ્ર હુકમચંદ ગોયેલ, જેઠાણી શીખા વિગેરે ત્રાસ આપતા હતા. 1998માં પંકજ હજીરા સ્થિત રિલાન્યસ કંપનીમાં નોકરી પર જોડાયો હતો ત્યારે પણ દહેજની માંગણી કરતા પરિણીતાના પિતાએ દાગીના, રોકડ મત્તા, જેઠ-જેઠાણી અને તેમના સંતાનને કપડા સહિતની વસ્તુઓ આપી હતી. પુત્રના જન્મ વખતે શુકન તરીકે સોનાની ચેઇન અને રોકડા 50 હજાર આપ્યા હોવા છતા પંકજે તિલકની વિધી માટે 2 લાખની માંગણી કરી હતી. પરિવારની ચઢામણીથી વર્ષ 2019માં રિલાયન્સ કંપનીની નોકરી છોડી યુપી ચાલ્યો ગયો હતો. પુણેની કંપનીમાં નોકરી કરવાની સાથે અભ્યાસ કરતા પુત્ર અને એમબીબીએસનો અભ્યાસ કરતી પુત્રીની ફી માટે પણ પિયરમાંથી પૈસા લઇ આવવા દબાણ કર્યુ હતું.

સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

આમ 27 વર્ષના લગ્ન જીવનમાં દહેજ પેટે 11 લાખથી વધુ ચુકવ્યા હોવા છતા પતિના ત્રાસથી શીલા હાઇ બ્લડપ્રેશર, થાઇરોઇડ અને બોનક્રાઇટીસ જેવી બિમારીનો ભોગ બની હતી. આટલું ઓછું હોય ગત તા. 20 સપ્ટેમ્બરના રોજ પંકજને કોરોના થતા તેણે તકેદારી રાખવાને બદલે પુત્ર પર થુંક્યો હતો અને માર માર્યો હતો. પુત્રીએ પોલીસને જાણ કરતા પંકજ ઘર છોડી યુપીના શ્યામલી ચાલ્યો ગયો હતો. શ્યામલી ખાતે પહોંચતા વેંત પંકજની કથિત પ્રેમિકા એવી તેની ભાભી શીખાના પુત્ર અર્ચિતે શીલાના બંને સંતાનને અકસ્માત કરાવી મરાવી નાંખવાની ધમકી પણ આપી હતી. છેવટે પતિ, સસરા, જેઠ-જેઠાણી અને જેઠના પુત્ર વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by:kiran mehta
First published:November 05, 2020, 17:19 pm