Home /News /south-gujarat /

સુરત : 'વ્યાજ ન ચુકવવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવા પડશે,' વરાછાની પરિણીતા સાથે દુષ્કર્મ

સુરત : 'વ્યાજ ન ચુકવવું હોય તો મારી સાથે શારિરીક સંબંધ બાંધવા પડશે,' વરાછાની પરિણીતા સાથે દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

પરિણીતાને માઝામાં માદક દૃવ્ય પીવડાવી અને દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ, બાદમાં પતિને જાણ કરવાની ધમકી આપી અવારનવાર શોષણ કર્યુ

મોટા વરાછા સુદામા (Varacha Surat) ચોક વિસ્તારમાં રહેતી અને પાર્લરનું (Beauty Parlour) કામ કરતી 30 વર્ષીય મહિલાએ બ્યૂટી પાર્લરના ધંધા માટે વ્યાજે (Intrest) લીધેલા રૂપિયા 5.50 લાખ ટુકડે ટુકડે કરી ચુકવી દીધા હોવા છતાંયે ફાયનાન્સરે વ્યાજની માંગણી કરી હેરાન કરી હતી. તેણે મહિલાને કહ્યું હતું કે  'વ્યાજ ન ચુકવવુ હોય તો મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પડશે,' પરિણીતાને ઓર્ડર પર જતી વખતે લીફ્ટ આપવાને બહાને ઘેનયુક્ત ઠંડાપીણું પીવડાવ્યા બાદ હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર કામરેજ અને કતારગામ વિસ્તારની હોટલ તેમજ મિત્રના મકાનમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો.

બનાવ અંગે અમરોલી પોલીસ (Amroli Police) સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા ઘર નજીક બ્યુટી પાર્લર ચલાવે છે. પરિણીતાએ બે વર્ષ પહેલા ધંધાના માટે રૂપિયા 5.50 લાખની જરૂર પડતા વ્યાજનો ધંધો કરતા રાજેશ બોધા હન (રહે, ગંગા રેસીડેન્સી કતારગામ) નામના ફાયનાન્સર પાસેથી વ્યાજે લીધા હતા. અને તે પૈસા પરિણીતાએ ટુકડે ટુકડે કરી ચુકવી આપ્યા હતા છતાંયે રાજેશ વ્યાજના નાણાની માંગણી કરી હતી. પરંતુ લોકડાઉનના કારણે પરિણીતાનો પાર્લરનું કામ પડી ભાંગ્યું હોવાને કારણે વ્યાજ આપી શકે તેમ ન હતા. જેનો ફાયનાન્સર રાજેશે ફાયદો ઉઠાવી પરિણીતા પર દાનત બગાડી હતી. અને પરિણાતાને વ્યાજ નહી આપવુ હોય તો મારી સાથે શારીરીક સંબંધો બાંધવા પડશે હોવાનું કહ્યું હતું.

જાકે પરિણીતા રાજેશના તાબે થઈ ન હતી.દરમિયાન એક વાર પરિણીતા વેડરોડ હરિઓમ મીલ પાસેથી પાસોદરા પાર્લરનો ઓર્ડર મળતા જવા માટે ઉભા હતા તે વખતે રાજેશ હન તેમની પાસે આવ્યો હતો અને પરિણીતાને પાસોદરા છોડી દેવાનુ કહી પોતાની કારમાં બેસાડી હતી અને ઠંડા પીણા માઝાની બોટલ પીવા માટે આપી હતી. જે પીધા બાદ પરિણીતા અર્ધબેભાન થતા રાજેશ તેને વરાછાની આર્શીવાદ હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો :  સુરતમાં દૃશ્યમ ફિલ્મ જેવી કહાણી, હત્યા કરી મૃતદેહ દીવાલમાં ચણી દેનાર ઝડપાયો, ત્રણ ફરાર

સાંજે પાંચેક વાગ્યે પરિણીતા ભાન આવ્યા બાદ તેની સાથે રાજેશ બળાત્કાર કર્યો હોવાનુ કહી અને આ અંગે પતિને કહી સંસાર બરબાદ કરી દેવાની ધમકી અપી બ્લેક મેઈલ કરી અવાર નવાર પરિણીતાને કતારગામ આશ્રમ રોડ ખાતે આવેલા તેના મિત્રના મકાનમાં અને કામરેજની હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો.

દરમિયાન રાજેશ સાથેના સંબંધની જાણ પરિણીતાના પતિને થતા તેને  14 ડિસેમ્બર 2019માં પરિણીતાને છુટાછેડા આપી દીધા હતા. પરિણીતા તેનું સંસાર નહી ભાંગે તે માટે મુંગામોઢે શોષણ સહન કરતી આવતી હતી પરંતુ તેના પતિએ છુટાછેડા આપી દેતા પરિણીતાએ રાજેશનો મોબાઈલ નંબર બ્લોકમાં મુકી દીધો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : પાંચ શખ્સો સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની યુવતીની ઇજ્જત લૂંટી

જેથી રાજેશ ઉશ્કેરાયો હતો અને મારી સાથે કેમ વાત કરતી નથી તેમ કહી જાર જારથી ગાળાગાળી કરી મારી સાથે વાત નહી કરશે તો તારા પિતાને જાનથી મારી નાંખીશ અને સાત વર્ષની છોકરીને પમ લઈ જતો રહેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પરિણીતાઍ આખરે ગઈકાલે ફરિયાદ નોઁધાવતા પોલીસે રાજેશ હન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે,

આ પણ વાંચો :  વડોદરા : પાખંડી તાંત્રિકની દુષ્કર્મ કેસમાં ધરપકડ, 'દિશા પ્રશાંતની એટલી ખાસ હતી કે તેની સંમતિ વગર કઈ થતું નહોતું'

રાજેશ પરિણીતાની મોટીબેનને જાવા આવેલા મુર્તયા સાથે આવતા સંપર્કમાં આવ્યો હતો

ફાયનાન્સર રાજેશ હને પરિણીતાને વ્યાજ નહી આપવુ હોય તો મારી સાથે શારીરીક સંબંધો બાંધવા બાંધવા પડશે હોવાનુ કહી અવાર નવાર બળાત્કાર કરી શોષણ કયું હતું. પરિણીતાની મોટીબહેન વિધવા હતી તે વખતે તેઓ કામરેજના પાસોદરા ખાતે રહેતા હતા. મોટી બહેનના લગન્ કરવાના હોવાથી તેને જાવા માટે સંજય પટેલ નામનો યુવક આવ્યો હતો ત્યારે રાજેશ તેની સાથે આવ્યો હતો તે દરમિયાન રાજેશે પરિણીતાના પતિ પાસે લગ્નની આગળની વાત કરવા માટે મોબાઈલ નંબર લીધો હતો અને ત્યારબાદ પરિણીતાનો પણ તેના પતિ પાસેથી નંબર મેળવી તેની મોટી બહેનના લગન્ની વાતો કરતા હતા જાકે તેની મોટી બહેનને 17 વર્ષનો છોકરો હોવાથી સંજયે લગ્ન્ન માટે ના પાડી દીધી હતી પરંતુ રાજેશ અવાર નવાર પરિણીતાને ફોન કરી તેની સાથે વાતો કરતો હતો.

તે દરમિયાન પરિણીતાઍ તેને પાર્લરના કામ માટે પૈસાની જરૂર હોવાની વાત કરતા રાજેશે તેને પોતે ફાયનાન્સનો ધંધો કરે છે અને ઓછા વ્યાજે પૈસા આપવાની વાત કરી વ્યાજે પૈસા આવ્યા હતા. અને ત્યારબાદ તેના ઉપર દાનત બગાડી પરિણીતાઍ  પૈસા ચુકવી દીધા હોવા છંતાયે વ્યાજની માંગણી કરી વ્યાજ નહી આપવુ હોય તો શારીરીક સંબંધો બાંધવા માટે બ્લેકમેઈલ કરી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Married woman rape, Surat Crime, Surat police, Surat Rape, Varacha

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन