Home /News /south-gujarat /

સુરત: DGVCLના જુનિયર ઇજનેરે પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી યુવતીને મહિનાઓ સુધી પિંખી

સુરત: DGVCLના જુનિયર ઇજનેરે પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી યુવતીને મહિનાઓ સુધી પિંખી

પ્રતીકાત્મક તસવીર

Surat news: યુવતીના ઘરે આવી બળજબરી શારિરીક સંબંધ બાંધનાર પ્રિતેશ લગ્નનું કહી 12 જૂને દીલ્હીગેટથી એક વકીલને ત્યાં લઇ ગયો હતો

સુરત:  શહેરનો (Surat News) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં DGVCLના જુ.ઇજનેર પ્રિતેશ પ્રજાપતિ વિરૂદ્ધ 26 વર્ષીય યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પત્નીને છૂટાછેડાં આપી લગ્ન કરવાનું કહી સાત મહિના સુધી કડોદરા, ભાવનગર અને સુરતના પૂણા વિસ્તારમાં રાખ્યા બાદ વેડ પોલીસ ચોકી સામે જ ઉતારી ફરાર થઇ ગયો હતો.

કતારગામ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી 2019માં ગરબા ક્લાસીસ શીખવા જતી હતી. ત્યારે કતારગામ મહાવીર નગર સોસાયટીમાં રહેતા અને DGVCLના જુ.ઇજનેર પ્રિતેશ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી . આ DGVCLના જુ.ઇજનેરની પુત્રી પણ અહીં ગરબા શીખવા આવતી હોઇ તેને લેવા મૂકવા આવતાં પ્રિતેશ સાથે વાતચીત થતી હતી અને પરિચય વધ્યો હતો . જેમાં પ્રિતેશ આ યુવતીના પિતાનો સંબંધમાં ભાણેજ જમાઇ થતો હોવાનું અને તેની પત્ની આ યુવતીની સંબંધમાં બહેન થતી હોઇ પરિચય વધુ ગાઢ બન્યો હતો.

એક વખત પ્રિતેશે ઇન્સ્ટા . ઉપર મેસેજ કરી લગ્નની ઓફર કરી હતી અને પોતાની પત્નીને છૂટાંછેડાં આપી દેવાનું કહી ફોસલાવી હતી. યુવતીના ઘરે આવી બળજબરી શારિરીક સંબંધ બાંધનાર પ્રિતેશ લગ્નનું કહી 12 જૂને દીલ્હીગેટથી એક વકીલને ત્યાં લઇ ગયો હતો. અહીં કેટલાંક કાગળીયા ઉપર સહી કરાવ્યા બાદ કડોદરામાં તેના ડ્રાઇવરને ત્યાં લઇ ગયો હતો. અહીં કેટલાંક દિવસ સાથે રહ્યા બાદ ભાવનગર લઇ ગયો હતો.

જ્યાંથી સુરતના પૂણાગામ વિસ્તારમાં મહિનાઓ સુધી એક મકાનમાં બંને પતિ - પત્નીની જેમ સાથે રહ્યા હતા. સાત મહિના બાદ હવસ પૂરી થતાં 29મી જાન્યુઆરીએ પ્રિતેશ આ યુવતીને વેડ પોલીસ ચોકી ઉપર ઉતારીને જતો રહ્યો હતો.

બાદમાં આ યુવતીને જાણવા મળ્યું હતું કે, આ જુ.ઇ જનેરે તેની પત્નીને છૂટાંછેડાં પણ નહિ આપ્યા હતા. પોતાની સાથે ખોટું બોલી યૌનશોષણ કરનાર પ્રિતેશ વિરૂદ્ધ આ યુવતીએ બુધવારે ચોકબજાર પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Molestation, ગુજરાત, સુરત

આગામી સમાચાર