સુરતઃ જાનૈયાઓના વાહનો કોઇપણ સમયે શહેરમાં પ્રવેશી શકશે

સુરત શહેર પોલીસ કમિશનરે જાનૈયાઓની આ મુશ્કેલીઓ દૂર કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે લગ્ન પ્રસંગ માટે લક્ઝરી બસની પરવાનગીનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

News18 Gujarati
Updated: February 10, 2019, 11:38 AM IST
સુરતઃ જાનૈયાઓના વાહનો કોઇપણ સમયે શહેરમાં પ્રવેશી શકશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 10, 2019, 11:38 AM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે જાનૈયાઓએને લઇ જવા માટે મોટા વાહનો જેવાકે લક્ઝરી બસનો ઉપયોગ થાય છે. પરંતુ મોટ શહેરોમાં આવા ભારે વાહનોને પ્રવેશવા માટે ચોક્કસ સમયનું પાલન કરવું પડતું હોય છે.

જોકે, સુરત શહેર પોલીસ કમિશનરે જાનૈયાઓની આ મુશ્કેલીઓ દૂર કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે લગ્ન પ્રસંગ માટે લક્ઝરી બસની પરવાનગીનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કમિશનરના આ જાહેરનામાથી લોકોને પરમિશન લેવામાં થતા ધરમધક્કા સહિતની હેરાનગતિથી છૂટકારો મળશે.

મળતી માહિતી પ્રમાણે શહેરમાં લગ્નની મોસમ પૂરબહારમાં છે ત્યારે જાનૈયાઓ સાથે શહેરમાં અવરજવર કરતી લક્ઝરી બસની પોલીસ પાસે પરમિશન લેવામાં લોકોને હેરાનગતિનો ભોગ બનવું પડતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. ટ્રાફિક પોલીસની પરમિશન લેવામાં લોકોને નાહકના ધરમ ધક્કા ખાવા પડતા હતા. તેમજ લગ્ન પ્રસંગને લઇને લોકોના સમયનો પણ વ્યય થયો હતો.

દરમિયાન પોલીસ કમિશનરે જારી કરેલા નવા જાહેરનામા મુજબ હવેથી લગ્ન પ્રસંગ માટે લક્ઝરી બસને પોલીસની પરવાનગી લેવાની રહેશે નહીં. આ અગે ટ્રાફિકના એસીપી જણાવ્યું હતું કે, લક્ઝરી બસને આવવા-જવા માટે જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી હવેથી જાનૈયાઓને પરમિશનના નામે થતી મુશ્કેલીઓમાંથી છૂટકારો થશે. અલબત્ત જાનૈયાઓએ બસમાં મુસાફરી વેળા કંકોત્રી સહિતના પુરાવા સાથે રાખવા પડશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...