સુરતમાં ફરીવાર પકડાયો લાખો રૂપિયાનો ગાંજો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 5:02 PM IST
સુરતમાં ફરીવાર પકડાયો લાખો રૂપિયાનો ગાંજો
સુરતઃ સુરતમાં ફરી એક વાર મોટા પાયે બહારથી આવતો ગાંજો મળી આવ્યો છે. રાત્રી દરમ્યાન રેલવે પોલીસ અને વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન માહિતીના આધારે અસ્વિનીકુમાર નજીકથી મોટા પ્રમાણમાં બિનવારસી ગાંજો પકડી પાડ્યો હતો અને જે જગ્યાએથી ગાંજો મળી આવ્યો તે વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 5:02 PM IST
સુરતઃ સુરતમાં ફરી એક વાર મોટા પાયે બહારથી આવતો ગાંજો મળી આવ્યો છે. રાત્રી દરમ્યાન રેલવે પોલીસ અને વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન માહિતીના આધારે અસ્વિનીકુમાર નજીકથી મોટા પ્રમાણમાં બિનવારસી ગાંજો પકડી પાડ્યો હતો અને જે જગ્યાએથી ગાંજો મળી આવ્યો તે વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અનાજના નહિ પણ સુરતમાંથી નશીલો ગાંજોના કોથળા ભરેલા મળી આવ્યા છે.બે દિવશ પહેલાની વાત કરવામાં તો રેલવે પોલીસે કાકીનાડા ભાવનગર એક્સપ્રેશ ટ્રેન માંથી કુલ 5 લાખનો 84 કિલ્લો ગાંજો પકડી પાડ્યો હતો. અને સુરત પોલીસ કમિશનર દ્વારા ઝેરી દારૂના બનાવ બાદ પોલીસે બે અલગ અલગ ટિમો બનાવી રેલવે મારફતે આવતો દારૂ ને રોકવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

તે દરમ્યાન વરાછા પોલીસ અને રેલવે પોલીસ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યાં માહિતીના આધારે અશોકનગરમાં એક બંધ ઓરડીમાં ગાજો છે તે હકીકતના આધારે તપાસ કરતા એક ઓરડીમાંથી મોટા પ્રમાણમાં ગાંજો માળી આવ્યો હતો.આમતો અશોકનગર અને ઉત્કલ નગરમાં મોટા પ્રમાણમાં દારૂ અને ગાંજાની હેરાફેરી થતી હોય છે.છતાં પણ આ એરિયામાં પોલીસને જવું ભારે મુશ્કેલી ભરેલું છે અને સામેથી પોલીસ પર એસોટ થવાના કિસ્સાઓ અગાઉ થયા છે.

​સુરત શહેરમાં રેલવેની લાઈન નું અંતર મોટું છે જેથી બહારથી મોટા પ્રમાણમાં દારૂ અને ખાસ વાત કરીએ તો ગાંજાનો મોટા પ્રમાણ આવતો હોય છે. અનેક વાર પોલીસ પ્રયત્નો કાર્ય છતાં પણ આ ફેરાફેરી રુકાવટ અટકતી નથી. આજે સુરત રેલવે પોલીસ અને વરાછા પોલીસ મળી 158 કિલ્લો ગાંજો જેની કિંમત 9 લાખ રૂપિયાનો કબ્જે કરી વધુ તપાસ ચાલુ છે. પોલીસે જે જગ્યાએથી ગાંજો પકડી પાડ્યો જે માલિકી છે તે વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આમ આટલા મોટા પ્રમાણમાં ગાંજો મળી આવો તે પોલીસ માટે મોટી વાત છે.

બીજી બાજુ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જે સ્કીમ બનાવી તે સફળ થઈ રહી છે.. તેવું લાગી રહ્યું છે પહેલા પણ ઉધના રેલવે પટ્રી નજીકથી દેશી દારૂ એન ત્યાર બાદ બે દિવશ પહેલા મોટા પ્રમાણમાં રેલવે પોલીસે ગાંજો પકડી પાડ્યો અને આજે 9 લાખનો આટલો ગાંજો પકડી પાંડ્યો છે. જો પોલીસ આમને આમ કામ કરશે તો સુરત શહેરમાં દારૂ અને ગાજો લાવો તે લોકો માટે મુશ્કેલી પડે તો નવાઈ નહીં પણ શું જોવું રહ્યું કે સુરત પોલીસ આવી રીતે કામ કરશે કે જ્યા સુધી ઝેરી દારૂ મામલો ચાલી રહ્યો છે ત્યાં સુધી પોલીસ આવું કામ કરશે.
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर