Home /News /south-gujarat /

સુરતઃ નોકરીના બહાને અનેકને છેતર્યા, કોર્પોરેશનના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ

સુરતઃ નોકરીના બહાને અનેકને છેતર્યા, કોર્પોરેશનના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ

સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા પ્રદિપ કંથિરિયા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી

કેટલાક યુવકોને આરોપી પ્રદિપે બોગસ કોલ લેટર પણ પધરાવી દીધા હતા. આ કોલ લેટર આપવાના બહાને પ્રદિપે 5000 રૂપિયાની ઉઘરાણી પણ કરી

    આનંદ પટણી, સુરત

    સુરત મહાનગરપાલિકાના એક કર્મચારી દ્વારા નોકરી વાંચ્છુક લોકોને નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. મહાનગર પાલિકાના આસીટન્ટ કમિશ્નર દ્વારા કર્મચારી વિરૂદ્ધ સુરત લાલગેટ પોલીસ સ્ટેશનનમાં ગુનો નોધાવવામાં આવતા સમગ્ર મામલે સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

    સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા પ્રદિપ કંથિરિયા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ કર્મચારી સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છુક લોકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં કેટલાક યુવકોને આરોપી પ્રદિપે બોગસ કોલ લેટર પણ પધરાવી દીધા હતા. આ કોલ લેટર આપવાના બહાને પ્રદિપ 5000 રૂપિયાની ઉઘરાણી પણ કરતો હતો. જો કે આ સમગ્ર મામલો બહાર આવતાની સાથે પાલિકા દ્વારા તાત્કાલિક પણે આ કર્મચારી પ્રદિપ કંથિરિયાને સસ્પેન્ડ કરી દઇ તેની સામે પોલીસ ચોપડે ફરિયાદ નોધાવી દેવામાં આવી હતી.

    સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું કે સ્મીમેર ખાતે ડિપાર્ટમેન્ટલ પરીક્ષા હતી જ્યાં વૈશાલીબેન દ્વારા પ્રદિપ દ્વારા છેતરપિંડી કર્યાની ફરિયાદ લખાવવામાં આવી હતી. ફરિયાદ બાદ અમે તાત્કાલિક પ્રદિપને સસ્પેન્ડ કર્યો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે આરોપી પ્રદિપ યુવકોને કોર્પોરેશનમાં નોકરી અપાવવાનું કહેતો, બદલામાં પાંચ હજાર જેટલી ફી પણ વસૂલતો, ઘણીવાર પ્રદિપ યુવકોને બોગસ કોલ લેટર પણ પધરાવી દેતો. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારસુધીમાં પ્રદિપે 18 જેટલા યુવક યુવતીઓને બોગસ ઇન્ટરવ્યુ કોલ લેટર પધરાવ્યા છે. હાલ સુરત લાલગેટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો નોંધાયો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: SMC, સુરત

    આગામી સમાચાર