સુરતમાં લૉકડાઉન ખુલતા જ મોટાપાયે હિજરતનું જોખમ, ડાયમંડ-કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે

સુરતમાં લૉકડાઉન ખુલતા જ મોટાપાયે હિજરતનું જોખમ, ડાયમંડ-કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે
વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો.

છેલ્લા થોડા દિવસોથી સુરતમાં પરપ્રાંતિય મજૂરો વતન જવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે.

  • Share this:
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી.

લૉકડાઉન ખુલતા સુરતમાં ધંધા-ઉદ્યોગની હાલત કફોડી બનશેસુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે.

હાલ તંત્રએ લૉકડાઉનમાં આવા મજૂરો પલાયન ન કરે તેના પગલે તેમના ઘરના ભાડા માફ કરાવ્યા છે, ઉપરાંત તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જોકે, રોજગારી ન હોવાથી આ લોકો અકડાયા છે. બીજી તરફ જે મજૂરો અહીં ફસાયા છે તેમના પરિવારના લોકો પણ ચિંતા કરી રહ્યા છે. આથી મજૂરોએ લૉકડાઉન ખુલતાની સાથે જ વતન જવાની તૈયારી શરૂ કરી લીધી છે.

આ પણ વાંચો : નવો ટ્રેન્ડ : સાજા થયા બાદ ફરીથી કોરોનાનો શિકાર બની રહ્યા છે લોકો, દક્ષિણ કોરિયામાં અનેક દર્દીઓ મળ્યાં

એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો આ લોકો મોટા પ્રમાણમાં હિજરત કરશે તો સુરતનો ડાયમંડ અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાઈ જશે. આથી આગામી દિવસોમાં ઉદ્યોગોની હાલત વધારે કફોડી બનવાની છે. બીજી તરફ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આર્થિક સંકડામણને કારણે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જશે તો વધુ એક મુશ્કેલી ઉભી થશે.

 

આ પણ વાંચો : સુરતમાં ખતરાની ઘંટી : વધુ ત્રણ કેસમાં કોઈ લક્ષણો દેખાયા વગર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પરપ્રાંતિય મજૂરોને એવી પણ ચિંતા સતાવી રહી છે કે ધંધા-રોજગાર શરૂ થતાની સાથે તેમને પૈસા નહીં મળે. આથી હાલ તો આ લોકો લૉકડાઉન ખુલે તેની જ રાહ જોઈ રહ્યા છે. આ જ કારણે છેલ્લા દિવસોથી મજૂરો પાંડેસરા અને લસણકા વિસ્તારમાં રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 11, 2020, 12:30 pm

ટૉપ ન્યૂઝ