સુરત 3 વિદ્યાર્થી સહિત 13 ગુજરાતીઓ પોલેન્ડમાં ફસાયા, વીડિયો બનાવી સરકાર પાસે માંગી મદદ


Updated: March 19, 2020, 2:22 PM IST
સુરત 3 વિદ્યાર્થી સહિત 13 ગુજરાતીઓ પોલેન્ડમાં ફસાયા, વીડિયો બનાવી સરકાર પાસે માંગી મદદ
પોલેન્ડમાં ફસાયેલા ભારતીયોએ મદદ માંગી.

પોલેન્ડ ખાતે ફસાયેલા ગુજરાતીઓમાં સુરત, રાજકોટ, જામનગર તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોનો સમાવેશ.

  • Share this:
સુરત : કોરોના વાયરસે (Coronavirus) દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે વિશ્વના દેશો શટડાઉન (Shutdown due to Coronavirus) ની જાહેરાત કરી રહ્યા છે. જેના કારણે ભારતના અનેક લોકો વિદેશમાં ફસાયા છે. વિદેશથી આવતી ફ્લાઇટો જ રદ કરાતા લોકો જે તે દેશમાં અટવાયેલા છે. પોલેન્ડમાં અભ્યાસ અર્થે ગયેલા સુરતના ત્રણ વિદ્યાર્થીઓ સહિત 13 ગુજરાતીઓનું જૂથ પણ આવી જ મુશ્કેલીમાં મૂકાયું છે. આ લોકોએ એક વીડિયો (Video) જાહેર કરીને સરકાર (Government) પાસે મદદની માંગણી કરી છે.

સુરતના મોટા વરાછા ખાતે રહેતા અને હાલમાં પોલેન્ડમાં અભ્યાસ માટે ગયેલા વિરેન્દ્ર જગદીશભાઇ રામાણી પોલેન્ડના એપોલો શહેરમાં રહે છે. કોરોનાના કારણે કૉલેજ એક મહિના સુધી બંધ કરી દેવાઇ છે. આ શહેરમાં કોરોનાના પાંચ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેણે સુરત આવવા માટે 13મી માર્ચે એલઓટી ફ્લાઇટમાં તારીખ 17મી માર્ચનું બુકિંગ કરાવ્યું હતું. દરમિયાન ભારત સરકારે 15મી માર્ચે વિદેશી ફ્લાઇટને ભારત આવતા રોકી દેવાનો નિર્ણય કરતા તેમની ફ્લાઇટ રદ થઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવા પાડોશી મહિલાને ધમકી આપી

જોકે, પછીથી એવું જણાવવામાં આવ્યું હતું કે 16 અને 17 માર્ચના રોજ ફ્લાઇટ ઉડશે. જે બાદમાં લોકોએ આ બંને તારીખે ફ્લાઇટ બુક કરાવી હતી. જે બાદમાં 16મી તારીખે ફરીથી કહી દેવાયું કે ફ્લાઇટ નહીં ઉડે. બાદમાં 17મી તારીખે ફ્લાઇડ ઉપડશે તેવું કહેવું હતું. જોકે, 17મી તારીખની ફ્લાઇટ પણ રદ થઈ હતી. જે બાદમાં આ તમામ લોકોએ પોલેન્ડ ખાતે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે આગામી 28મી સુધી કોઈ જ ફ્લાઇટ નહીં ઉડે.

ચિંતાની વાત એ હતી કે તમામ લોકો ડોમમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા હોવાથી ફરીથી નિયમ પ્રમાણે ચેકઇન પણ કરી શક્યા ન હતા. બાદમાં તેમણે રાત એરપોર્ટ પર જ પસાર કરવી પડી હતી. કેટલાક લોકોએ તો ત્રણ ત્રણ દિવસ એરપોર્ટ પર પસાર કર્યા હતાં. હવે ક્યાં જવું તેવી વિમાસણમાં કેટલાક યુવાનોએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. એરપોર્ટ પર ફસાયેલા 13 લોકોના જૂથમાં સુરતના ત્રણ યુવક, રાજકોટ, જામનગર તેમજ સૌરાષ્ટ્રના લોકોનો સમાવેશ થાય છે.
First published: March 19, 2020, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading