લૉકડાઉન : સુરતમાંથી પલાયન શરૂ, લોકો ચાલીને વતન જવા નીકળી પડ્યાં

લૉકડાઉન : સુરતમાંથી પલાયન શરૂ, લોકો ચાલીને વતન જવા નીકળી પડ્યાં
1. ગૃહ મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યા છે કે તમામ રાજ્યોમાં ફસાયેલા લોકોને પાછા મોકલવા માટે અને પોતાને ત્યાં બોલવવા માટે નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે. અને માનક પ્રોટોકૉલ તૈયાર કરવો પડશે. નોડલ ઓફિસર પોતાના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફસાયેલા લોકોને રજિસ્ટર કરશે. 2. જો ફસાયેલા લોકોનો સમૂહ એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માંગે છે તો રાજ્યએ એક બીજા સાથે સલાહ અને ચર્ચા કરીને રસ્તાના માર્ગે આવવા જવાનો પ્લાન કરી શકે છે.

પલાયન કરીને જતા લોકોએ કહ્યું, 500 કિલોમીટર ચાલીશું પરંતુ જો અહીં રહીશું તો ભૂખ્યા મરી જઈશું.

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને પ્રસરતો અટકાવવા માટે આખા દેશમાં લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી દેવામાં આવી છે. જેના પગલે રોજમદારોને મોટી તકલીફ પડી રહી છે. સુરત શહેરમાં હીરા ઘસવા (Surat Diamod Worker) માટે આખા રાજ્ય અને પાડોશી રાજ્યોમાંથી પણ લોકો આવે છે. જોકે, લૉકડાઉનને પગલે હવે ખાવાપીવાથી લઈને અનેક હાલાકી પડતા લોકો ચાલતા જ વતન જવા નીકળી પડ્યા છે. લૉકડાઉનને પગલે વાહનો મળી ન રહ્યા હોવાથી આ લોકો જરૂરી સામાન સાથે રસ્તે ચાલતા વતન જવા નીકળી પડ્યા છે. અમુક લોકોનું વતન 500-500 કિલોમીટર દૂર હોવા છતાં તેઓ વતન જવા ચાલતા જ નીકળી પડ્યા છે.

લૉકડાઉનને પગલે સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો પોતાના વતન તરફ ઉપડી રહ્યા છે. સાથે સાથે સુરતમાં રહેતા લોકો પણ સુરતથી પલાયન કરી રહ્યા છે. કારણ કે 21 દિવસ રોજગાર બંધ થતા મકાન ભાડા સાથે રહેવાનો ખર્ચ પરવડે તેમ નથી.આ પણ વાંચો : લોકો લૉકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટનાં ઓર્ડર આપે : છોટુ વસાવા

બીજી તરફ અનેક કર્મચારી હીરાના કારખાના જ રહેતા હતા અને આસપાસની લોજમાં જમી લેતા હતા. પરંતુ લૉકડાઉનને કારણે હીરાના કારખાનાને પણ તાળા લાગતા આ લોકો વતન જવા માટે નીકળી પડ્યા છે. હીરાના કારખાના બંધ થવા ઉપરાંત જમવાની લોજ પણ બંધ થતાં કારીગરોને ખાસ તકલીફ ફડી રહી છે.

આ પણ વાંચો :  લૉકડાઉન : સુરતથી મજૂરો પગપાળા ઘરે જવા નીકળ્યા, 120 કિલોમીટર ચાલતા પગ છોલાઈ ગયા!

ટ્રેન અને બસ સેવા બંધ હોવાને લઇને લોકો પગપાળા જ વતન જવા માટે નીકળી પડ્યા છે. આવા લોકોનું માનીએ તો 21 દિવસ ભૂખે મરવા કરતા 500 કિલોમીટર ચાલીને 7 દિવસ ચાલીને પણ જો વતન પહોંચી જવાય તો પરિવારને ચિંતા ઓછી થાય અને તકલીફ ઓછી થાય.
Published by:News18 Gujarati
First published:March 25, 2020, 17:43 pm

ટૉપ ન્યૂઝ