પ્રગ્નેશ વ્યાસ, સુરત : લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા આજે સુરતની મુલાકાતે હતા. સુરતની મુલાકાતમાં તેમણે મોહન કુંડારિયાની ઑડિયો ક્લિપના મુદ્દે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં જોઈ કે સાંભળી નથી એટલે હું ટિપ્પણી ન કરી શકું પરંતુ ભાજપ ક્યારેય કોઈને દબાણ કરતું નથી.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સુરતની મુલાકાત દરમિયાન જણાવ્યું કે કે મેં જોયુ કે સાંભળ્યું નથી એટલે ટિપ્પણી નહીં કરું, કોને મત આપવો એ મતદારનો ગુપ્ત અધિકાર છે મતદારને મત આપવા માટે દબાણ કરી શકાય નહીં. ભારતીય જનતા પક્ષ ક્યારેય કોઈને ધમકી કે દબાણ કરતો નથી. તેમણે પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમે પાટીદારોની તમામ માંગણી પુરી કરી છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારથી ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયાની ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અને કોઠારિયાના કોંગ્રેસ અગ્રણી નાનુ ડોડિયાને વોટ માટે ધમકી આપી રહ્યાં હોવાનો આરોપ છે. નાનુ ડોડિયાનો આરોપ છે કે તેમને ગઈકાલે રાત્રે કુંડારિયાએ ફોન કરી અને પોતાના વિસ્તારમાંથી 70 ટકા ઉપર વોટિંગ કરવા દબાણ કર્યુ અને જો એવું ન થાય તો તેમની મંડળી બંધ કરાવી આપવાની દીધી હતી. જોકે, આ મુદ્દે મોહન કુંડારિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આવી કોઈ ઑડિયો ક્લીપની જાણ નથી અને કોંગ્રેસ પાસે મુદ્દા નથી એટલે તે આ પ્રકારે પ્રચાર કરી રહી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર