સુરતઃ કાપડના વેપારીઓ સાવધાન! ગોલ્ડન ટ્રાન્સપોર્ટના સંચાલકોનું મોટું ગફલું, વેપારીનો લાખોનો માલ બારોબાર વેચી ખાધો


Updated: October 31, 2020, 5:59 PM IST
સુરતઃ કાપડના વેપારીઓ સાવધાન! ગોલ્ડન ટ્રાન્સપોર્ટના સંચાલકોનું મોટું ગફલું, વેપારીનો લાખોનો માલ બારોબાર વેચી ખાધો
પ્રતિકાત્મક તસવીર

માલ સુરત પરત લાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી માલ સુરત લાવી નહી આપી બારોબાર સગેવગે કરી વેચાણ કરી નાંખી ઍકબીજાની મદદથી છેતરપિંડી કરી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં કાપડાના વેપારીઓ અને હિરાના વેપારીઓ સાથે છેતરપિંડીના (Fraud case) કિસ્સાઓ રોજે રોજ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરીથી બનવા પામ્યો છે. જેમાં કોહીનુપર માર્કેટના (Kohinoor Market) વેપારીએ ટ્રાન્સપોર્ટમાં (transport) માલ મોકલ્યો હતો જોકે, ટ્રાન્સપોર્ટ સર્વિસ સંચાલકોએ માલને બારોબાર સગેવગે કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેના પગલે વેપારીએ ટ્રાન્સપોર્ટ સંચાલકો સામે ફરિયાદ (police complaint) નોંધાવી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના રીંગરોડ બક્ષીની વાડી કોહીનુર માર્કેટના વેપારી દ્વારા સારોલી પી.કે.રોડ રોયલ ટાઉનશીપમાં આવેલ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસના સંચાલકોને તેમના બેગ્લુરુના ટ્રાન્સર્પોર્ટના ગોડાઉનમાંથી મંગાવેલો રૂપિયા ૧૪.૪૩ લાખનો  સાડીનો માલની સુરત ડીલેવરી નહી કરી બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી.

સુરત ના વરાછા ખોડીયારનગર રોડ આશાપુરી સોસાયટીમાં રહેતા મુળ અમરેલીના ધારીના દેવડાગામના વતની નીલેશ કેશુભાઈ વસોયા (ઉ.વ.૩૭) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. અને રીંગરોડ કોહીનુર માર્કેટમાં દુકાન ધરાવે છે. નીલેશ પાસેથી બેગ્લુરુના કાપડ દલાલ મંજુનાથ દ્વારા નીલેશ ફેબ, ઍમ.કે. કલેકશન તથા પોપ્યુલર સાડી સેન્ટર ફર્મના વેપારીનો માલનો ઓર્ડર આપ્યો હતો.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

દલાલ મંજુનાથના ઓર્ડર પ્રમાણે નીલેશભાઈ વસોયાઍ ગત તા. ૨૯મી માર્ચ ૨૦૧૮થી ૩૦મી માર્ચ ૨૦૧૮ના સમયગાળા દરમિયાન અલગ અલગ બીલથી કુલ રૂપિયા ૧૪,૪૩,૭૫૪ની મતાનો કુલ ૫૪ પાર્સલ તૈયાર કરી સારોલી પી.કે.રોડ રોયલ ટાઉનશીપમાં આવેલ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા માલ બંગ્લોર ખાતે મોકલી આપ્યો હતો. માલ બેગ્લુરુ ખાતે પહોચ્યા બાદ નીલેશભાઈ વસોયાઍ કાપડ દલાલ મંજુનાથને ડીલીવરી સામે પૈસાની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યાઆ પણ વાંચોઃ-Good News: ગ્રાહકો WhatsAppથી કરી શકશે LPGનું બુકિંગ, આવી સરળ રીતથી કરો Booking

જાકે મંજુનાથે ડીલીવરી આપો પેમેન્ટ પાછળથી કરાવી દઈશુ હોવાનુ કહેતા નીલેશભાઈઍ બેગ્લુરુ ખાતે માલની ડીલીવરી કરાવી ન હતી. ત્યારબાદ બેગ્લુરુ ખાતે માલ વેચાણ નહી થતા થોડા દિવસ બાદ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસના કર્તાહતા ભરતસિંહ સેતાનસિંહ કેલાવત (રહે, પ્રમુખ પાર્ક બિલ્ડિંગ કરૂણા સાગર હિન્દી વિદ્યાલય પરવત પાટીયા મોર્ડન ટાઉન ડુંભાલ) અને મહેન્દ્રપ્રતાપસિંહ રાજારાને અવાર નવાર મળીને તેમનો બંગ્લોરના ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસના ગોડાઉનમાંથી માલ પરત સુરત લાવી આપતા કહ્યું હતું.જાકે માલ સુરત પરત લાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી માલ સુરત લાવી નહી આપી બારોબાર સગેવગે કરી વેચાણ કરી નાંખી ઍકબીજાની મદદથી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે નીલેશભાઈ વસોયાની ફરિયાદ લઈ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ સર્વિસના વહીવટકર્તા ભરતસિંંહ કેલાવત અને મહેન્દ્રપ્રતાપસિંહ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 31, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading