Home /News /south-gujarat /

Surat News: સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો

Surat News: સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો

પ્રતિકાત્મક તસવીર

 મેં તને પસંદ કરી છે જેને લઇને હું તારી સાથે લગ્ન કરવા માગું છું કહીને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને છોડી મુકતા મહિલાએ નોંધાવેલી ફરિયાદ 

સુરત (Surat News)ના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને સચિન જીઆઇડીસી (Sachin GIDC)ની કંપનીના મેનેજરે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ઘણા સમયથી બળાત્કાર (Rape case in Surat) ગુજારતો હતો. જોકે આ મહિલાએ લગ્નની વાત કરતાં જ આ મેનેજર તેને છોડી ફરાર થઈ ગયો હતો. જેને લઇને અનેક વર્ષો સુધી સંબંધ બાંધીને પોતાનો ઉપયોગ કરનાર મેનેજર વિરુદ્ધ મહિલાએ ગોડાદરા પોલીસ (Gododara Police) મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં સુરત છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં સતત આગળ આવી રહ્યું છે ખાસ કરીને સુરતમાં લોટરી હત્યાની ઘટના સાથે બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જોકે હાલમાં જ આ પ્રકારની બળાત્કારની ઘટના સામે આવી છે જેને લઇને પોલીસ પણ એક વખત દોડતી થઈ ગઇ છે કારણ કે મોટા ભાગમાં પ્રેમસંબંધ બાંધી અને મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની ઘટના સુરતના ગોડાદરા પોલીસ મથકે નોંધાવા પામી છે.

મહિલા તેની સાથે લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર કર્યો હવોની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.


સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક ત્યકતા મહિલા છેલ્લા આઠેક વર્ષથી સચિન જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. જોકે કંપનીમાં કામ કરતો કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો 31 વર્ષીય આરોપી હિમાલય ચંદ્રકાંત પરમાર આ મહિલાને પોતે પોતાને ગમતી હોવા સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જોકે આ પ્રેમ સંબંધમાં એક દિવસ આ યુવકે મહિલાને પોતાના ઘરે લઈ જઈને માંગમાં સિંદુર ભરીને મંગળસૂત્ર બાંધીને મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ હિમાચલ ત્યાં જ રહીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો.

આ પણ વાંચો- Amul Milk Price hike: અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, 1 માર્ચથી નવી કિંમતો લાગુ થશે

જોકે 6 મહિના પહેલા જ્યારે મહિલાએ હિમાલયને કહ્યું કે આપણે લગ્ન કરીને તેને દરેકને જાણ કરી દઈએ. ત્યાર બાદ હિમાલયે તેણીને કહ્યું કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. આ યુવક મહિલાને તરછોડીને ત્યાંથી જતો રહ્યો હતો ત્યાર બાદથી હિમાલય શ્રુતિથી દૂર ભાગતો ફરતો હતો. આથી મહિલા તેની સાથે લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર કર્યો હવોની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat crime Surat News, Surat news, Surat Rape case, Surat Sachin Rape Case

આગામી સમાચાર