સુરત : મોર્નિંગ વૉક પર ગયેલા યુવકને ઝાડીમાંથી મળી નવજાત બાળકી, ત્યજેલી 'લક્ષ્મી'ને શ્વાનથી બચાવી આપ્યું નવજીવન


Updated: June 12, 2020, 5:14 PM IST
સુરત : મોર્નિંગ વૉક પર ગયેલા યુવકને ઝાડીમાંથી મળી નવજાત બાળકી, ત્યજેલી 'લક્ષ્મી'ને શ્વાનથી બચાવી આપ્યું નવજીવન
યુવકને મળી આવેલી બાળકી સાથે દૂધની બોટલ પણ હતી. આવી નિષ્ઠુરતો કોની હોઈ શકે?

અમરોલીના પરિવારે પોલીસને કહ્યું કે 'આ છોકરીને કોઈ પણ સંજોગોમાં આશ્રમમાં નહીં આપીએ, અમે એને આજીવન ઉછેરીશુ' જુઓ ઘટનાનો ભાવુક વીડિયો

  • Share this:
સુરત : સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા રોડ પરના ખાડી પુલ સવારે મોર્નિંગ વોક પર ગયેલા યુવકને એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીની આસપાસ શ્વાન ફરતા હોવાને લઈ બાળકીને તે પોતાના ઘરે લઈ ગયો હતો. અને ત્યાર બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા પોલીસે બાળકીનો કબજો લઈ તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી છે. આમ એક યુવકની સતર્કતા અને કરૂણાએ ત્યજેલી 'લક્ષ્મી'ને નવજીવન આપ્યું છે.

અમરોલી વિસ્તારમાં રહેતા વિવેક રાવજીભાઈ બોરડા આજે વહેલી સવારે અમરોલી – છાપરાભાઠા રોડ પરના ખાડી પુલ પર મોર્નિંગ વોક પર ગયો હતો. તે વેળાએ તેઓને ઝાડીમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને જોતા જ યુવક ચોંકી ઉઠ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : લાજપોર જેલમાંથી ડુક્કરે ફોન કરીને સોપારી આપી, 'વિશાલ વાઘના પરિવારને ખતમ કરી નાખો'આ બાળકી આશરે 25 દિવસની હોવાનું યુવકે જણાવ્યું હતું. બાળકીની આસપાસ શ્વાન ફરતા હોવાને લઈ યુવાન બાળકીને તેના ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ યુવાને બાળકીને નવડાવી હતી. અને ત્યારબાદ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. મામલાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો યુવકના ઘરે દોડી આવ્યો હતો. અને બાળકીનો કબજો લીધો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, PUBG રમતા પ્રેમ થયો, યુવકે અશ્લીલ હરકતો સાથે 50,000ની માંગણી કરી

સાથે જ બાળકી પાસેથી કપડા અને દૂધ ભરેલી બેગ મળી આવી હતી. જેને પણ પોલીસે કબજે લીધી હતી. સાથે જ જે સ્થળે બાળકી મળી આવી હતી તે વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ શરુ કરી છે. જો કે જો આ બાળકીના માતા-પિતા ન મળે તો યુવકે  બાળકીને દત્તક લેવાની તૈયારી દર્શાવી છે.
First published: June 12, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading