સુરત : 'કમિશનર સાહબ મેરી મદદ કરો પ્લીઝ, મેં આત્મહત્યા કર લુંગા,' Video થયો Viral

સુરત : 'કમિશનર સાહબ મેરી મદદ કરો પ્લીઝ, મેં આત્મહત્યા કર લુંગા,' Video થયો Viral
સુરતમાં આપઘાત કરી લેવાની ચીમકી આપતો વીડિયો વાયરલ થયો હતો.

જો બધા લોકો આ પ્રકારે પોલીસ પાસે મદદ માંગતા વીડિયો બનાવશે તો પોલીસનું તંત્ર પણ કેટલે પહોંચી વળશે? મોટો સવાલ. જુઓ વીડિયોમાં શું કહે છે આ યુવક

  • Share this:
સુરતના (Surat) સગરામપુરા (SagramPura) વિસ્તાર જિંદગીની પૂંજી લગાવી એક પરિવાર દ્વારા મકાન ખરીદવામાં આવ્યુ જોકે મકાન ના નક્કી કરેલ રૂપિયા ચૂકવી દેવા છતાંય મકાન માલિક મકાન નહીં આપતા આ બાબતે અનેક વખત વાત કર્યા બાદ મકાન માલિક થાકી જઈને મકાન ખરીદનારે સોશિયલ મીડિયા આપઘાત કરી લેવાની ધીમકી (Suicide) સાથે પરિવાર રૂપિયા સાથે ન્યાય મળે તે માટે પોલીસ કમિશનર રજૂવાત કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ viral video) કરિયો છે

બનાવની વિગત એવી છે કે સુરતના સગ્રામપુર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવી વેપાર કરી પરિવારનું ગુજરાત ચલાવતા યુવાને પોતાના ઘર નજીક એક મકાન વેચવાનું હોવાથી અને પોતે મકાન શોધી રહ્યો હતો જેને લઇને એક આ મકાન પસંદ આવતા ખરીદવાનું નક્કી કર્યુ હતું.

જોકે મકાન ના માલિકને નક્કી કર્યા પ્રમાણે 18 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ મકાન માલિક મકાનનો કબજો ખરીદી કરેલ યુવાને આપતો ન હતો. જોકે મકાન ખરીદી કરનાર યુવાને આ મામલે અનેક વખત મકાન માલિકને રજૂવાત કરવા છતાંય તે મકાન કબજો આપતો નહીં હોવાને લઇને આ યુવાન અટવાઈ જવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : અસામાજિક તત્વો બેફામ! પિત્ઝાની દુકાનમાં તોડફોડ કરી, બનાવ CCTVમાં કેદ

જોકે રૂપિયા 18 લાખ જતા રહ્યા અને મકાન ન મળતા આ યુવાન મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે, મકાન કબજો મેળવવા આ મકાન ખરીદી કરનાર યુવાને સમાજના લોકો સાથે પોલીસમાં પણ અનેક રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નહ આવતા આખરે આ યુવાન મુશ્કેલીમાં મૂકાતા આખરે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો ન રહેતા આ આયુવાને પોતે આપઘાત કરતાં પહેલા એક વીડિયો બનાવી સોસાલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

આ પણ વાંચો : સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

જેમાં આ યુવાના આપઘાત કરે તો  તેના માટે મકાન જેની પાસે ખરીદી કરી છે તે જવાબદાર છે તેના મોત બાદ આ મકાન અથવા તેના રૂપિયા 18 લાખ તેના પરિવાર ને અપાવી દેવા અને ન્યાય મળે તેવી રજૂવાત આ વીડિયો પોલીસ કમિશનર સંબોધીને યુવાન કરે છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેને લઇને પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:March 08, 2021, 18:26 pm

ટૉપ ન્યૂઝ