સુરત: એક તરફી પ્રેમમાં સુરતની યુવતીની (Grishma Vekaria murder case) હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં (Gujarat news) સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી. ત્યારે વધુ એક મામલો આ જ પ્રકારનો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીએ એક યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો જેને લઇને ઉશ્કેરાયેલા યુવકે સૌપ્રથમ તો યુવતીના ભાઇ અને પિતાને જાહેરમાં માર માર્યા બાદ યુવતીના ઘરે પહોંચી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો સુરતના વરાછા પોલીસ મથકને પહોંચવા પામ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીએ લગ્નનનીના પાડતાં જાહેરમાં ચપ્પુના વડે તેનું ગળુ કાપી નાંખવાની ઘટનાનો વીડિયો મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે વધુ એક વખત પ્રેમમાં એક તરફી પાગલ યુવકે હંગામો મચાવી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના ત્રિકમ નગર ખાતે રહેતી 20 વર્ષીય યુવતી કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. જોકે, પરિવારને મદદ કરવા માટે માતા ઘરમાં બેસીને કામ કરતી હતી. ત્યારે તેના ઘરે સાડી આપવા અને લેવા આવતો દિનેશ ચૌહાણ નામના યુવકને આ યુવતી સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો.
જોકે બંને યુવક-યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. પણ આ સમગ્ર ઘટનાની જાણ યુવતીના પિતાને થતા તેના દ્વારા યુવતીને ઠપકો આપતાં યુવતીએ પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો અને યુવક સાથે પોતાનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યા આરોપી યુવક દિનેશ ચૌધરી યુવતીનો પીછો કરીને લગ્ન માટે દબાણ કરતો હતો. જોકે પોતાના પરિવારને આ પ્રેમ સંબંધ મંજૂર ન હોવાનું કહેતાં જ દિનેશ ચૌધરીએ યુવતીના પિતા અને ભાઈ જ્યારે પોતાના કામ પર જતા હતા ત્યારે રસ્તામાં રોકી તેમને ઢોર માર માર્યા હતા.
આ ઉપરાંત પ્રેમી દિનેશે યુવતીના ઘરે જઈ ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને અને તારા પરિવારને જીવતા નહીં રહેવા દઇશ’ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીના પરિવાર દ્વારા આ પ્રેમી યુવક વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આ પ્રેમી યુવકની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર