Home /News /south-gujarat /સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકી

સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકી

વરાછા પોલીસ સ્ટેશનની તસવીર

પોતાની પોલ ખુલી પડી જાય તેવું લાગતા જયસુખે ક્રિષ્ણકાંતને ફોન કરીને કહ્યું કે સરકારને આરટીઆઈ કરો એટલે સરકાર સવાર-બપોર સાંજે શું ખાય છે તેનો જવાબ પણ આપે.

સુરતઃ સુરતમાં વેપાર (surat) કરતા યુવાને અન્ય મિત્રએ રૂપિયા આપ્યા હતા. જોકે રૂપિયા લેનારે સરકારી યોજનામાં (Government shceme) રૂપિયા લગાવ્યા છે કહીને રૂપિયા નહિ આપતા રૂપિયા આપનાર યુવાને RTI  દ્વારા વિગત માંગતા રૂપિયા લેનાર યુવાને રૂપિયા આપનારને સોપારી આપી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ (police station) મથકે પોંહચીયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત રૂપિયાની દેતી દેતીમાં મારામારી અને ધાક ધમકીની ફરિયાદ સતત આવી રહી છે. જેમાં પણ સતત વરાછા વિસ્તરમાં આવી ઘટન વધી બની રહી છે તેવામાં વધુ એક ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધવા પામી છે.

સુરતના વરાછા ખાતે રહેતા અને હીરાના વેપાર સાથે જોડાયેલા શિરડીધામ સોસાયટીમાં રહેતા કિષ્ણકાંત દેવચંદભાઈ સોજીત્રા 2016 માં હીરાના વેપારમાં મંદી આવી હતી  તેને લઇને ક્રિષ્ણકાંતે જયસુખ સવાણીને અન્ય વેપાર કરવા માટે રોકડા રૂપિયા આપ્યા હતા.  જયસુખે  કે તે રૂપિયા સરકારી યોજનામાં રોકેલા છે.

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

પરંતુ જયસુખ તે રૂપિયા કે રૂપિયાનો હીસાબ આપતા ન હતા અને માગ્યા બાદ ગલ્લા ટલ્લા કરતો હતો જેને લઈને આ રૂપિયા સરકારી યોજનામાં છે તે જાણવા માટે  ક્રિષ્ણકાંતના ફોઈનો દીકરા સંજયે આ બાબતે ક્રિષ્ણકાંતના કહેવા મુજમ આરટીઆઈ કરી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

જેથી આ પોલ ખુલી પડી જાય તેવું લાગતા જયસુખે ક્રિષ્ણકાંતને ફોન કરીને કહ્યું કે સરકારને આરટીઆઈ કરો એટલે સરકાર સવાર-બપોર સાંજે શું ખાય છે તેનો જવાબ પણ આપે. ત્યાર બાદ ગાળો આપીને આરટીઆઈ કરવાનું બંધ કરી દે નહીંતર તારા નામની સોપારી આપી દઈશ અને તને જાનથી મરા્વી નાખીશ.
" isDesktop="true" id="1075468" >



આ ઉપરાંત હું જે આપુ તે હિસાબ લઈ લેજે. આથી ક્રિષ્ણકાંતે ધમકી આપનાર જયસુખ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આ ફરિયાદના આધારે ગુનો દાખલ કઈ વધુ તપાસ શરૂ કરી છે જોકે રૂપિયાની લેતી દેતીમાં આરટીઆઈ કરનાર યુવાન ને ધમકી આપવામાં આવતા પોલીસે ધમકી આપનાર યુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Latest crime news, ગુજરાત, છેતરપિંડી, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો