સુરત: આજથી (Surat News) પાંચેક વર્ષ પહેલાં ડિંડોલીમાં રહેતી 6 વર્ષની બાળકી પર બળાત્કાર (rape on Minor) ગુજારનારા આરોપી પાડોશી એવા મૂળ બિહારના રહેવાસી 25 વર્ષીય પરિણીત યુવાનને કોર્ટે (Surat Court) મરે ત્યાં સુધી જેલની સજા અને રૂપિયા 5 હજારના દંડનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતા બાળકીને રૂપિયા 7 લાખ આપવાનો પણ આદેશ કર્યો હતો.
કોર્ટે ચુકાદામાં નોંધ્યુ હતુ કે, આરોપીને પત્ની અને બાળકો છે તેણે દયાની ભીખ માગી છે. જોકે, આરોપીનું કૃત્ય સમાજ અને કુટુંબ માટે શરમજનક છે. આરોપીને માત્ર આજીવન કેદ ન આપતા મૃત્યુ ન પામે ત્યાં સુધીની સખ્ત કેદની સજા કરવામાં આવે તો તેથી તે જીવનભર પસ્તાતો રહે અન્ય માટે હંમેશા લાલબત્તી બનીને રહે તે જરૂરી છે.
નવાગામ ડીંડોલી ખાતે જ જલારામનગર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય મૂળ ઉત્તરપ્રદેશના વતની આરોપી ધર્મેન્દ્ર વિનોદરામ રાઈદાસ પોતાની પાડોશમાં રહેતી છ વર્ષીય બાળકીને તા.21-10-2017ના રોજ બિસ્કીટની લાલચ આપી ઉંચકીને પોતાની રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ભોગ બનનાર બાળકીને લાફા મારીને આરોપીએ દુષ્કર્મ આચરીને લોહી લુહાણ કરી ફરીથી તેના ઘર પાસે મુકીને નાસી ગયો હતો. જેથી ભોગ બનનારના ગુપ્તભાગેથી લોહી નીકળતા તેની માતાએ બાળકીને પુછતાં તેણે રડતા રડતા પાડોશી અંકલની કુકર્મની કહાણી કહી હતી.
જેથી ભોગ બનનારની ફરિયાદી માતાએ આરોપી વિરુધ્ધ ડીંડોલી પોલીસમાં ઈપીકો-363, 323,376(એબી) પોક્સો એક્ટની કલમ-4,6ના ગુનાની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. છેલ્લાં પાંચેક વર્ષથી ચાલતી કેસ કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદપક્ષના સ્વતંત્ર સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા છે. ભોગ બનનારની જુબાનીમાં ગંભીર વિરોધાભાસ ઉપરાંત કપડાના મુદ્દામાલ પણ અલગ હોઈ ફરિયાદપક્ષના કેસ શંકાસ્પદ હોવાનો બચાવ લીધો હતો.
જ્યારે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 72 સાક્ષીઓ તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થવાથી સર્જરી કરીને સાત દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. ભોગ બનનાર તથા આરોપીના કપડા પરથી મળેલા લોહીનો રિપોર્ટ એક આવ્યો હતો. ભોગ બનનાર, ફરિયાદીની જુબાની, તબીબી, સાંયોગિક તથા ફોરેન્સિક પુરાવાના આધારે કોર્ટે આરોપી ધર્મેન્દ્ર વિનોદરામને તમામ ગુનામાં દોષી ઠેરવી તમામ ગુનામાં મહત્તમ સજા તથા દંડનો હુકમ કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર