Home /News /south-gujarat /

સુરત: 10 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી ભગાડીને આચર્યુ દુષ્કર્મ, કોર્ટે યુવકને ફટકારી 20 વર્ષની સજા

સુરત: 10 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી ભગાડીને આચર્યુ દુષ્કર્મ, કોર્ટે યુવકને ફટકારી 20 વર્ષની સજા

પીડિતાને સાત લાખ રૂપિયાના વળતરનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

Surat News: આરોપી બાળકીનો દુરનો સગો થવાને લઇને આ કૃત્ય આચર્યું હતું કોર્ટ બાળકીને 7 લાખ વળતર ચૂકવવા આદેશ

સુરત: શહેરમાં (Surat) સતત બળાત્કારની ઘટના સામે આવી આવી રહી છે ત્યારે સુરત કોર્ટ (Surat court) દ્વારા આરોપીઓને સખતમાં સખત સજા ફટકારવામાં આવતી હોય છે. એવામાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં 10 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયા બાદ તેની સાથે બળાત્કાર (rape on minor) ગુજારનાર તેના દૂરના સબધી એવા 19 વર્ષના યુવકને સુરત કોર્ટે (Surat court) 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે આરોપીને દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પીડિતાને સાત લાખ રૂપિયાના વળતરનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

સુરત શહેરમા નાની બાળાઓ સાથે કિશોરીઓને લગ્નની લાલચ આપીને ભગાડી ગયા બાદ બળાત્કાર કરવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે, આ મામલે ગુનો દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આવા  બોધપાઠ  મળે  તે માટે સુરત કોર્ટ દ્વારા કડકમાં કડક સજા આપવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક સજા સુરત કોર્ટે સજા ફટકારી હોવાનો મામલો સામે આવ્યો છે.

મૂળ ભાવનગરના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર તરીકેનું કામ કરી પરિવાર સાથે રહી તેમનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ભાવનગરમાં રહેતા પોતાના દૂરના મામાના દીકરા એવા આરોપી બાલા ભુપત સાથળીયા કે જે બેરોજગાર હોવાથી અને તે નોકરી શોધતો હોવાથી પોતાની પાસે સુરત બોલાવી લીધો હતો.

આ પણ વાંચો - સુરત: હમ વતની જ કિશોર દીકરીને લઇને ભાગી ગયો, શરીર સંબંધ બાંધ્યા બાદ થઇ ફરિયાદ

જોકે, આરોપી બાલા સાથળીયાએ ઘરમાં જ રહેતી દસ વર્ષની બાળકી પર નજર બગાડી હતી અને તેને લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. બાળકી મળી ન આવતા પરિવાર દ્વારા અમરોલી પોલીસ મથકમા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ આરોપી બાળકીને ભગાડી મોરબી ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાળકી અને યુવકને સુરત અમરોલી પોલીસ પકડી સુરત લઈ આવ્યા બાદ મેડિકલ ચેકપ માં સમગ્ર વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો - સુરતમાં દાગીના બનાવતી કંપનીમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરી મુંબઇ વેચવાના નેટવર્કનો પર્દાફાશ

પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આ જ સમગ્ર સુરત કોર્ટમાં આજરોજ ચાલી જતાં સુરત કોર્ટે આરોપીને  20 વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પીડિતા બાળકીને સાત લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ સુરત કોર્ટે કર્યો હતો. બાળકોને લગ્નની લાલચ આપીને ભગાડી જતા આરોપીઓ ગુનો કરતાં અટકે તે માટે 20 વર્ષની સજા ફટકારી કોર્ટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Minor, ગુજરાત, સુરત

આગામી સમાચાર