સુરત: શહેરના (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બંનેની એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો. ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરી સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા.
સુરતમાં સતત નાની બાળકીઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. ત્યારે, વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેને મોલમાં ફરવા લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવાર તેને હોસ્પિટલ લઈ જતા આ સગીરા ગર્ભવતી હોવાનું તબીબે ઘટસ્ફોટ કર્યો હતો.
પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવા સાથે દુષ્કર્મના આરોપી યુવકને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ હતો. જે બાદ ગણતરીના કલાકોમાં આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પહેલા પણ અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે. અન્ય એક ઘટનામાં પણ ઘર પાસે જ રહેતા શખ્સે બેથી અઢી વર્ષ સુધી લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હોવાનું સામે આવ્યું હતુ.
બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં દુષ્કર્મ બાદ ગર્ભવતી થયાની જાણ પીડિત પરિવારે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ફરિયાદના આધારે મહીધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર