Home /News /south-gujarat /

સુરત: પિતાએ દીકરીની પાંચ વર્ષની બહેનપણીને કેળું આપવાની લાલચે બનાવી હવસનો શિકાર

સુરત: પિતાએ દીકરીની પાંચ વર્ષની બહેનપણીને કેળું આપવાની લાલચે બનાવી હવસનો શિકાર

પાંડેસરા પોલીસે હવસખોર દિનેશ પ્રજાપતિને ઝડપી લીધો હતો.  (Shutterstock તસવીર)

Surat news: ચાર મહિનાથી વતન ગયેલી પત્નીની ગેરહાજરી વચ્ચે હવસનો કીડો સળવળતાં પાંડેસરામાં 34 વર્ષીય યુવાને પુત્રી સાથે રમતી પાંચ વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હતી.

સુરત : ચાર સંતાનો બાદ પાંચમી વખત ગર્ભ રહેતાં ચાર મહિનાથી વતન ગયેલી પત્નીની ગેરહાજરી વચ્ચે હવસનો કીડો સળવળતાં પાંડેસરામાં 34 વર્ષીય યુવાને પુત્રી સાથે રમતી પાંચ વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હતી. કેળું આપવાના બહાને ઘરે લઇ જઇ બાળકી સાથે બળાત્કાર ગુજારવાની શનિવારે બનેલી ઘટનાને પગલે દોડતી થયેલી પાંડેસરા પોલીસે હવસખોર દિનેશ પ્રજાપતિને ઝડપી લીધો હતો.

સુરતમાં સતત બાળકી સાથેની દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તાર નજીક આવેલી એક ચાલીમાં રહેતા ઉત્તર પ્રદેશના વતની પરિવારની પાંચ વર્ષીય પુત્રી શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરે આવી હતી ત્યારે રડતી આવી હતી. પોતાની સાથે નજીકની ચાલીમાં રહેતા દિનેશ મદારીલાલ પ્રજાપતિએ ગુપ્ત ભાગે અડપલાં કરી ગંદુ કામ કર્યું હોવાનું જણાવતાં માતા ગભરાઇ ગઇ હતી. ત્વરિત તેણે પતિને જાણ કરવાની સાથે જ પોલીસને પણ જાણ કરતાં ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો - સુરત: કિશોરીને ભગાડી જવાની અદાવત રાખી યુવકને બીજા માળેથી નીચે ફેંક્યો, મોત

બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સાથે આરોપીને પણ દબોચી લીધો હતો. બાળકીના જણાવ્યા પ્રમાણે, આ અંકલ તેને કેળાં અપાવવાના બહાને રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં ધર પાસેથી અપહરણ કરીને ઘરે લઇ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.  પોલીસે આરોપીને દબોચી લઈ ધોલાઈ કરી હતી.

આ પણ વાંચો - લિંબાયતમાં 24 વર્ષની પરિણીતા પર નણંદે બે વખત આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય! પોલીસ ફરિયાદ દાખલ



કારખાનામાં નોકરી કરતો દિનેશ પ્રજાપતિ ચાર સંતાનોનો પિતા છે. પત્નીને પાંચમો ગર્ભ રહેતાં તે ચાર મહિનાથી સંતાનોને લઈને વતન ડિલિવરી માટે ગઈ હતી. એકલા રહેલા દિનેશ ઉપર હવસનું ભૂત સવાર થતાં તે ગલીમાં રમતી આ બાળકીને ઉઠાવી ગયો હતો. આ બાળકી હવસખોરની પુત્રીઓ સાથે રમતી હોઈ તેને ઓળખતી હતી. જેથી કેળાં અપાવવાના બહાને અપહરણ કરવામાં સરળતા રહી હતી. પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Molestation, ગુજરાત, સુરત

આગામી સમાચાર