સુરત : યુવતીનાં લગ્ન તોડવા યુવકે ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ અને પછી ...


Updated: July 1, 2020, 11:00 AM IST
સુરત : યુવતીનાં લગ્ન તોડવા યુવકે ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ અને પછી ...
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીના અડાજણ ખાતે રહેતા યુવક સાથે લગ્નની વાત ચાલી રહી હતી. ત્યારે આ યુવતીના લગ્ન તોડવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી અજાણ્યો યુવક તે યુવતીનો પ્રેમી હોવાનું કહીને યુવતીના ચારિત્ર સાથે ભાભીના ચારિત્ર અંગે પણ મેસેજ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મૂળ સૌરાષ્ટ્રના જૂનાગઢના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારની 21 વર્ષીય પુત્રી વરાછા વિસ્તારમાં નોકરી કરી પરિવાર આર્થિક મદદ કરતી હતી. ત્યારે આ યુવતીના લગ્ન મામલે અડાજણ ખાતે રહેતા પરિવારના યુવાન સાથે વાત ચાલતી હતી. આ દરમિયાન ગત 4 ફેબ્રુઆરીના રોજ અડાજણ ખાતે રહેતા યુવાનના ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં જે યુવતી સાથે લગન વાત ચાલી રહી હતી તેના ચારિત્ર અંગેના મેસેજ આવ્યા હતા. જોકે મેસેજ કરનાર યુવકે યુવતીના પ્રેમી તરીકેની ઓળખ આપી હતી. આ સાથે યુવાનને યુવતીથી દૂર રહેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો - સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ

જોકે અડાજણ ખાતે રહેતા યુવકના ઘરે કોઈ ચિઠ્ઠી મૂકી ગયું હતું તેમાં લગ્ન વાત ચાલતી હતી તે યુવતી સાથે યુવકની ભાભીનાં ચારિત્ર વિશે બિભત્સ લખાણ લખેલું હતું. જોકે, પરિવાર દ્વારા આ વાત ધ્યાન પર નહીં લેવાતા આ મેસેજ કરનાર યુવાને 15 દિવસ બાદ ફરી મેસેજ કરી લગ્ન કરનાર યુવકને પોતાની પ્રેમિકા સાથે ઇન્સ્ટાગ્રામ પર કરેલ વાતના સ્ક્રીન શોટ મોકલ્યા હતા. જોકે, આ બાબતે યુવકે લગ્નની વાત ચાલતી હતી તે યુવતીને પૂછતાં યુવતી પાસે આવું કોઈ એકાઉન્ટ નથી  તેમ જણાવ્યું હતું. જ એકાઉન્ટ છે તેની વિગત આપી હતી.

આ પણ જુઓ- 
કોઈ યુવક લગ્ન તોડવા માટે આવુ કૃત્ય કરતું હોવાનું યુવકના પરિવારને માલૂમ પડતા યુવકના પિતા તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ આપી હતી. જ્યાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ લઇને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
First published: July 1, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading