સુરતઃ એક જ પરિવારની મહિલાઓને વિકૃત યુવકે અશ્લિલ મેસેજ કરવા સાથે video callમાં કરી ગંદી હરકત!
સુરતઃ એક જ પરિવારની મહિલાઓને વિકૃત યુવકે અશ્લિલ મેસેજ કરવા સાથે video callમાં કરી ગંદી હરકત!
પ્રતિકાત્મક તસવીર
Surat crime News: એક જ પરિવારની મહિલાઓને પર ફેસબુક (facebook) સંબંધીઓના નામે બનાવેલા ફેક એકાઉન્ટ (fake account) પરથી અશ્લીલ મેસેજો કરવા સાથે વીડિયો કોલ (video call) પર વિકૃત હરકતો કરી પરેશાન કરાતી હતી.
સુરતઃ સીમાડાના એક જ પરિવારની મહિલાઓને પર ફેસબુક (facebook) સંબંધીઓના નામે બનાવેલા ફેક એકાઉન્ટ (fake account) પરથી અશ્લીલ મેસેજો કરવા સાથે વીડિયો કોલ (video call) પર વિકૃત હરકતો કરી પરેશાન કરાતી હતી. આ મામલે સરથાણા પોલીસમાં (Sarthana police) ગુનો નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે પુણા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય મહિલા મુળ અમરેલીમના વતની છે. સંતાનમાં બે બાળકો છે.
ગત તા .૮ ફેસબુક તેમના એકાઉન્ટ પરથી કૌટુંબિક દિયરનાનામના ફેસબુક એકાઉન્ટ પરથી 2 હાઇ - હેલ્લોના મેસેજ આવ્યા હતા. આ આઇડી પરથી પ્રિયાબેનના વખાણ કરતી પોસ્ટ સાથે ફોટાં પણ મંગાવાયા હતા. શંકાના આધારે દિયરને પૂછ્યું તો તેમણે આ પ્રકારે કોઇ મેસેજ કર્યા ન હોવાનું જમાવ્યું હતુ . ત્યારબાદ મહિલા તે એકાઉન્ટ પર તમે કોણ છો ? એવો મેસેજ કર્યો તો એકાઉન્ટ ડિલિટ કરી દેવાયું હતુ.
બીજા દિવસે કૌટુંબિક જેઠના એકાઉન્ટ પરથી અશ્લીલ મેસેજો સાથે અઘટિત માંગણી કરાઇ હતી. આ રીતે સંબંધીઓના નામે મેસેજો કરી મહિલા ને રંઝાડાતા વીડિયો કોલ કરી અજાણ્યો યુવક પોતાનો ચહેરો છૂપાવી વિકૃત હરકતો પણ કરતો હતો. મહિલા આ અંગેનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી લીધું હતુ.
ત્યારબાદ તપાસ કરતા વિકૃત યુવકે પરિવારની અન્ય મહિલાઓને પણ ફેક એકાઉન્ટ પરથી બિભત્સ મેસેજો કરવા સાથે વીડિયો કોલ કરી પ્રાઇ વેટ પાર્ટ બતાવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ . જેથી ચોંકી ઉઠેલા પરિવારના સભ્યોએ આખરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
સરથાણા પોલીસે આ મામલે અજાણ્યા સામે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઇક જાણભેદુંએ જ આ કારનામું કર્યુ હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ શરૂ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર