પોતાની ફિયાન્સીની સાથે સુરત નો એક યુવાન ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કીંગમાં બેઠો હતો ત્યારે બાઈક પર આવેલ બે ઈસમો રોકડ, મોબાઇલ ફોન લૂંટી ફિયાન્સીની છેડતી પણ કરી હતી
સુરત : પોતાની ફિયાન્સીની સાથે સુરત નો એક યુવાન ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કીંગમાં બેઠો હતો ત્યારે બાઈક પર આવેલ બે ઈસમો રોકડ, મોબાઇલ ફોન લૂંટી ફિયાન્સીની છેડતી પણ કરી હતી. યુવાને પ્રતિકાર કરતા ફાયરીંગનો પ્રયાસ કરાયો ટ્રીગર નહી દબાતા લૂંટારું પિસ્તોલ ત્યાં જ છોડીને મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા. જા કે આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે બે આરોપીમાંથી એકને ઝડપી પાડ્યો છે.
સુરત ના ડુમસ રોડ આમતો પ્રેમી યુગલો મોટી સખિયામાં બેસતા હોય છે અને પોતાના ભાવિ જીવન વાતો કરતા હોય છે ત્યારે ગતરોજ એક યુગલ ને આ જગિયા પર બેસવું ભારે પડિયું હતું સુરતના ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અને તે વિસ્તારમાં જ પિતા સાથે લુમ્સનું કારખાનું સાંભળતો 28 વર્ષીય યુવાન ગતરાત્રે પોતાની કારમાં સુરતના કોટ વિસ્તારમાં રહેતી પોતાનાઈ ભાવિ પત્ની સાથે તેની સહેલીઓની પાર્ટીમાં યુનિવર્સિટી રોડના એક પાર્ટીપ્લોટમાં ગયા બાદ ત્યાંથી યુવાન અને ફિયાન્સી બે સહેલીને ઘોડદોડ ઉતારી બંને ન્યુ વીઆઇપી રોડ સી.બી.પટેલ ફાર્મના પાર્કિંગમાં કાર પાર્ક કરી લોક કર્યા નગર પાછળની સીટ પર બેસી વાતો કરતા હતા. ત્યારે લગભગ સવાબાર વાગ્યે 25 થી 30 વર્ષના બે અજાણ્યા ધસી આવ્યા અને પાછળનો દરવાજો ખોલી પિસ્તોલ તાકીને કહ્યું હતું 'જો હો વો નિકાલ કે દેદે નહી તો ઠોક દુંગા' કહેતા મિહિરે વોલેટ આપતા તેમાંથી રૂ.5 હજાર અને એટીએમ કાર્ડ કાઢી લીધા હતો. તેનો પાસવર્ડ પણ માંગી લીધો હતો.
બાદમાં પિસ્તોલ તાકનાર યુવાન કારની આગળની સીટ ઉપર આવી બેસી ગયો હતો જયારે બીજો યુવાન એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડવા ગયો હતો.યુવાનનો સંપર્ક નહી થતા પિસ્તોલ સાથેના યુવાને યુવાનના નંબરથી તેને કોલ કરીને મોબાઇલ લઇ લીધો હતો. બીજો યુવાન રૂ.10 હજાર ઉપાડીને આવ્યો અને ડ્રાઇવર સીટની બાજુની સીટ ઉપર બેસી ગયો હતો અને તેણે યુવતી ના પર્સમાંથી રૂ.8000 કાઢી લીધા હતા.
પિસ્તોલ તાકી બેઠેલા યુવાને બીજા યુવાનને પિસ્તોલ આપી પાછળની સીટ પર આવી યુવતીની છેડછાડ કરી કિસ કરતા યુવકે પિસ્તોલ ઝૂંટવવા પ્રયાસ કરતા ઝપાઝપીમાં લૂંટારુએ ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રીગર નહી દબાતા ફાયર થયું નહોતું પણ પાછળથી બીજા યુવાને આગળના લોક દરવાજાનો કાચ તોડી યુવક ને પકડેલી પિસ્તોલ છોડાવવા પ્રયાસ કર્યો હતો.ત્યારેયુવક પિસ્તોલ જકડી રાખી કોણીથી કારનો હોર્ન દબાવતા અવાજ થતા બંને લૂંટારું પિસ્તોલ લીધા વગર મોટરસાયકલ પર ભાગી છૂટયા હતા.
સુનિલ ઉર્ફે સોનુ ઝડપાયો
બનાવ અંગે યુવતી રૂ.23 હજાર અને રૂ.20 હજારના મોબાઇલની લૂંટ કરી યુવતી ની છેડતીની ફરિયાદ નોંધાવતા બંને હિન્દીભાષી હોવાને લૈઇ પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા જા કે આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે બે આરોપીમાંથી એકને ઝડપી પાડ્યો છે. આરોપીની પુછપરછ કરતાં તેને પોતાનું નામ ભટાર ખાતે આવેલા તડકેશ્વર મહોલ્લામાં રહેતો સુનિલ ઉર્ફે સોનુ મના લાલજી નાઇ હોવાનું જણાવ્યુ છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી પલ્સર બાઇક અને લૂંટના રોકડા રૂપિયા મળી કુલ રૂ.78 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ ઘટનાનો બીજા આરોપી સમીર સાકીર અંસારીને પકડવાના ચક્રોગતિમાન શરૂ કર્યા છે.જોકે આરોપી ની આથી સંકડામણ હોવાને લઇને આ લૂંટ કારિયાણી કબૂલાત કરી હતી
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર