Home /News /south-gujarat /

સુરત: પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની જીદ કરતા મિત્રની પતિએ કરી હત્યા, લાશ સળગાવી દીધી

સુરત: પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની જીદ કરતા મિત્રની પતિએ કરી હત્યા, લાશ સળગાવી દીધી

પોલીસ સાથે આરોપી

Surat Crime: હત્યામાં નહિ પકડાતાં માતાજીની બાધા પૂરી કરીને આવતો હતો અને પકડાયો

સુરત: પત્ની સાથે શારીરિક સંબંધ બાંદવાની જીદ કરતા, પતિએ મિત્રની હત્યા કરી સળગાવી દીધી લાશસુરત : શહેરના (Surat news) છેવાડે વાલક પાટિયાલાશ પાસે શેરડીના ખેતરમાંથી શ્રમજીવી યુવકની ગળું દબાવી (murder) તથા માથે પથ્થર મારી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ચકચારી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર નાના વરાછાના પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. મૃતક સુમિત ૫રમાર આરોપીનો મિત્ર હતો અને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવા માટે દબાણ કરતો હોઇ પતાવી દીધો હતો.

ગત ૨૪મી માર્ચની ગુરુવારે સાંજે ૭ વાગ્યે વાલક પાટિયા પાસે નિર્માણાધીન મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી લાશ મળી આવી હતી. યુવકની લાશ ૮૦ ટકા બળી ગઇ હતી. રેલવે ટ્રેકના પાળા પર લોહીના ડાઘા પડેલા હતા. શ્રમજીવીને માર મારી લાશ સળગાવી દેવાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન હતુ. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના  ઇન્વેસ્ટિગેશન હાથ ધરી નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને જૂના કપડાની લે-વેચ કરતા પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં જ મૃતકનું નામ સુમિત સુરેશ પરમાર ખૂલ્યું હતું.બંને એકબીજાના મિત્ર હતા, પરંતુ એક મહિના પહેલાં આરોપી પવનના ઘરે પહોંચી ગયો હતો અને તેની પત્નીની છેડતી કરી અઘિટત માંગણી કરી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હત્યાના દિવસે બંને મૃતકને બાઇક ઉપર બેસાડી વાલક પાટિયા પાસે નાસ્તો કરવા આવ્યો હતો.અહીં પવનને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવાની નિર્લજ્જ બની જ માંગણી કરી હતી.

આ પણ વાંચો - સુરત: રેપીસ્ટ તરીકે ખોટા મેસેજ વાયરલ થતા સુરતના DGVCLના કર્મીએ કર્યો આપઘાત

જેથી પવને ત્યાં જ સુમિતનું ગળું દબાવી અર્ધબેભાન કરી માથામાં ઉપરા ઉપરી ત્રણ વખત પથ્થરના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. ડેડબોડીને ઝાડીમાં ફેંકી દીધી હતી. આરોપી ઘરેે આવી ગયા બાદ પણ તેનેેે ચેન પડયું ન હતું પાછળથી ભાડો ફુટી જશે તેવા ડરવચ્ચે મળસ્કે ચાર વાગ્યે બાટલીમાં પેટ્રોલ એવી ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેને સળગાવી દીધી હતી હત્યા બાદ પોલીસ આરોપીને નહિ પકડે તે માટે વીરપુરની માતાના દર્શનની બાધા રાખી હતી.

આ પણ વાંચો - શનિ-રવિવારે બહાર જવાનું પ્લાનિંગ કરતા પહેલા જાણો હવામાનની આગાહી, આપ્યું છે Yellow Alert

ઘટના બાદ પણ પોલીસ આરોપી સુધી ન પહોંચતા આરોપી બાધા પૂરી કરવા વીરપુર પહોંચી ગયો હતો અને પણ આવ્યો નહીં. પોલીસે તેને ઝડપી પાડ્યો જોકે સમગ્ર મામલામાં મૃતક પાસેથી પોલીસને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ચોરીની જગ્યાના સીસીટીવીમાં ચોરી કરનાર શખ્સ દેખાયો હતો અને મરનાર યુવક કે પહેલા ટેન્ડર એકસરખા દેખાતા હતા જેને લઈને પોલીસે પ્રથમ મરનાર યુવકની ઓળખ કરી હતી.

બીજી તરફ વાલક પાટીયાથી વરાછા સુધી મળી તે પહેલા દિવસના સિટીની ચેક કરતા ના સેન્ડલ પહેરેલ વ્યક્તિ એક બાઇક પાછળ બેઠેલા દેખાયો હતો. જોકે પોલીસે બાઈક નંબર એડ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
Published by:Kaushal Pancholi
First published:

આગામી સમાચાર