સુરત : 45 વર્ષના પ્રેમીએ 65 વર્ષના મહિલાની ગળું દબાવી હત્યા કરી, લીવ ઇન રિલેશનમાં રહેતા હતા સાથે

સુરત : 45 વર્ષના પ્રેમીએ 65 વર્ષના મહિલાની ગળું દબાવી હત્યા કરી, લીવ ઇન રિલેશનમાં રહેતા હતા સાથે
પ્રતિકાત્મક તસવીર

25 વર્ષથી સાથે રહેતા મહિલાના 20 વર્ષ નાના પ્રેમીએ દારૂ પીને ઝઘડો કરીને હત્યા કરી હતી જોકે, પકડાઈ ન જવાય તે માટે હૉસ્પિટલે લઈ જઈ અને નાટક કર્યુ હતુ

  • Share this:
સુરત : લીવ ઇન રિલેશનશીપનું (Live in Relationship) નામ પડતાં જ આ વ્યવસ્થા યુવક-યુવતી કે શ્રીમંતો પૂરતી હોવાનું ચિત્ર ખડું થઈ જાય છે પરંતુ સમાજના નીચલા તબક્કામાં પણ લગ્ન વગર પ્રેમીઓ સાથે રહેતા હોય છે. આવી વ્યવસ્થામાં પાત્રો વચ્ચે સંબંધો વણસતા સ્થિતિ ગંભીર બની જાય છે. આવામાં સુરતમાં ડિંડોલીમાં (Dindoli) રેલવેની દિવાલ પાસે આવેલ સંતોષીનગરમાં સાત બાય સાતના ઝૂપડાંમાં છેલ્લા ૨૫ વર્ષથી લવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા 65 વર્ષીય મહિલાની તેના 45  (Lover Killer Woman) વર્ષના પ્રેમીએ જમવાનું નહી બનાવતા ઝઘડો કરી ગળુ દબાવી હત્યા કરી હતી.

ગત રોજ દારૂ પીને પ્રેમીકાને ઢોર મારમારતા પ્રેમીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહિલાનું બિમારીની કારણે મોત નિપજ્યું હોવાનુ રટણ કર્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. બનાવ અંગે શરુઆતમાં અકસ્માત મોતના કેસની તપાસ કરનાર પીએસઆઈ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની હત્યારા પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે અને સાંજે તેનો કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.



આ પણ વાંચો : અમદાવાદ : અમરાઈવાડીમાં યુવકની જાહેરમાં થઈ હતી હત્યા, ઘટનાના CCTV સામે આવ્યા

ડિંડોલી સંતોષીમાતાના મંદિરની ગલીમાં રેલવેની દિવાલ પાસે આવેલ સંતોષીનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય સુલતાનાબેનને ગત તારીખ 13મીના રોજ સવારે તેની સાથે લીવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા રોહિત સીમાંચલ સ્વાઈ (ઉ.વ.45) સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેણીને મરણ જાહેર કરી હતી. રોહિતે પોલીસ સમક્ષ સુલતાના બિમાર હોવાથી તેની તબિયત બગડતા સારવાર માટે લાવ્યો હોવાનું રટણ ચલાવ્યું હતું, જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પીએમ રિપોર્ટમાં સુલતાનાબેનનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સુલતાના અને રોહિત સ્વાંઈ વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી લીવ એન્ડ રિલેશનશીપમાં સાથે એકલા રહે છે. રોહિત સ્વાઈ રોજના સાંજે દારૂ પી ઘરે આવી સુલતાનાને મારઝૂડ કરતો હોવાનુ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

બનાવના દિવસે સુલતાનાએ તબિયત સારી ન હોવાથી જમવાનું બના્વ્યુ ન હતુ જેને લઈને રોહિતે તેની સાથે ઝઘડો કરી મારઝૂડ કરી ગળુ દવાબી હત્યા કરી હોવાનુ બહાર આવ્યું હતું. આ અંગે શરુઆતમાં અકસ્માત મોતની તપાસ કરનાર પીએસઆઈ વાય.જી.મુથકિયાએ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની રોહિત સ્વાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયતમાં લીધો હતો અને તેનો કોવિડ-19નો ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
Published by:Jay Mishra
First published:April 15, 2021, 17:17 pm