સુરતઃ બેન્ક કર્મચારી લોન માટે હેરાન કરતા આધેડે તાપી નદીમાં ઝંપલાવ્યું

ટેલરિંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી. જેના હપ્તા માટે વાંરવાર બેંકમાંથી ફોન આવતા હતા.

News18 Gujarati
Updated: September 14, 2019, 5:24 PM IST
સુરતઃ બેન્ક કર્મચારી લોન માટે હેરાન કરતા આધેડે તાપી નદીમાં ઝંપલાવ્યું
રીક્ષા ચાલકે આધેડને બચાવીને કાંઠે લાવતી તસવીર
News18 Gujarati
Updated: September 14, 2019, 5:24 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના કતારગામ ખાતે આવેલી લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટેલરિંગના વ્યવાસાય સાથે સંકાળાયેલા આધેડે તાપી નદીમાં (Tapi River)કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને તાપી નદીમાં કૂદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કૂદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ (108 Ambulance)મારફત સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital)ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ચોકબજાર નજીક તાપી નદી પર આવેલા મક્કાઈ પુલ પરથી હરેશ બાબુ પટેલ (ઉ.વ.આ.53) રહે. કતારગામ લલિતા પાર્ક સોસાયટી કૂદી ગયા હતા. ટેલરિંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી. જેના હપ્તા માટે વાંરવાર બેંકમાંથી ફોન આવતા હતા.

હપ્તા ન ભરાતા કંટાળેલા હરેશ બાબુ પટેલે મક્કાઈ પુલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. એ દરમિયાન રિક્ષા ચાલકનું ધ્યાન જતાં તેણે તાપીમાં કૂદીને હરેશભાઈને બચાવી લીધા હતાં. આ દરમિયાન સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેતા તાત્કાલિક હરેશભાઈને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યાં હતાં. હાલ તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. હરેશભાઈને પરિવારમાં ત્રણ પુત્રો છે.

આ પણ વાંચોઃ-ભરૂચમાં ચોથે દિવસે પણ ઓસર્યા નથી પૂરનાં પાણી, લોકો નાવડીમાં કરી રહ્યાં છે અવરજવર

આધેડને કૂદતા જોઈને રિક્ષા પાર્ક કરીને ચાલક તેની પાછળ કૂદી ગયો હતો અને આધેડને ખેંચીને બહાર લઈ આવ્યો હતો. જીવના જોખમે કોઈ જ સંબંધ ન હોવા છતાં બચાવનાર રીક્ષા ચાલકને કાંઠે ઊભેલા લોકોએ બિરદાવ્યો હતો. સાથે જ તેના રેસ્ક્યૂ કરતા વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યાં હતા. નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધુ છે. આધેડ બાદ રીક્ષા ચાલક કૂદ્યો હોવાની વાતે ટોળું થઈ ગયું હતું. બાદમાં કાંઠે જઈને જોયું તો રીક્ષા ચાલક આધેડને લઈને કાંઠે આવી રહ્યો હતો.
First published: September 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...