સુરત : વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

News18 Gujarati
Updated: February 28, 2020, 1:26 PM IST
સુરત : વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
મૃતક જીતેન્દ્ર કાતરોડિયાની ફાઇલ તસવીર

વ્યાજખોરોએ મકાન લખાવી લીધું છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા અંતિમ પગલું ભર્યુ

  • Share this:
સુરત : સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

બનાવના પ્રાપ્ત અહેવાલ મુજબ કાપોદ્રાના યુવક જીતેન્દ્રએ વ્યાજે પૈસા લીધા હતા. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા જીતેન્દ્ર પાસેથી વ્યાજખોરોએ મકાન લખાવી લીધું હતું. લેણદારોએ મકાન લખાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્ર કાતરોડિયા નામના યુવાને અંતિમ પગલું ભર્યુ છે. હીરા ઉદ્યોગમાં એક તરફ મંદીનો માર છે ત્યારે વ્યવસાયમાં નાણાની સંકડાશ પડતા વ્યવસાયીઓ આ પ્રકારે ઉંચા દરે વ્યાજે પૈસા લેવા મજબૂર બનતા હોય છે. બીજી બાજુ ખાનગી નાણા ધીરનારાઓનો આતંક એટલો વધી ગયો છે કે મલિકત લખાવી લીધા બાદ પણ મૂડી માટે દબાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો :  ડીસા : હોમગાર્ડે બે શખ્શો સાથે મળી મુસાફર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ

સુરતની આ ઘટનામાં કાતરોડિયાએ અંતિમ ચિઠ્ઠી લખીને સુસાઇડ કરી લીધો હતો. વ્યાજોખોરોની સામે જંગ હારી ગયેલા આશાસ્પદ વ્યવસાયીએ ઝેરી દવા ગટગટાવી હતી. આ મામલે કાપોદ્ર પોલીસે ગુનો નોંધી અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે એક પ્રશ્ન એ ઉદ્ભવે કે હીરા ઉદ્યોગની મંદીના કારણે સીધી અને આડકતરી રીતે આશસ્પદ યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે.
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres