સુરત: E-challanથી બચવા વેપારીને વિચિત્ર કારીગરી ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

News18 Gujarati
Updated: October 18, 2019, 11:11 PM IST
સુરત: E-challanથી બચવા વેપારીને વિચિત્ર કારીગરી ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

તપાસ કરતા એકટિવાને બદલે આઈ ટવેન્ટી કારનો રજીસ્ટ્રર નંબર બતાવતા પોલીસ મુંઝવણમાં મુકાય ગઈ

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: સુરતના એક યુવાન દ્વારા e challan થી બચવા કરવામાં આવેલી તિકડમ ભારે પડી છે. છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ઇ-મેમોના રૂપિયા નહી ભરવા અને નવું e challan ન નીકળે તે માટે લાકડાના વેપારીએ પોતાની HSRP નંબર પ્લેટ સાથે ચેડા કરી તેની સિરીઝ અને એક નંબર પર બ્લેક કલર મારી ફેરવી નાખ્યો હતો. જે પોલિસની નજરમાં આવતા તેની ધડપકડ કરવામાં આવી છે.

સુરત ટ્રાફિક DCP પ્રસંતા સુંબેએ માહિતી આપી હતી કે, સુરતના અઠવાગેટ પાસે રોંગ સાઇડ પરથી ગુરુવારે સવારે એક એકટિવા મોપેડ લઈને ચાલક પસાર થતો હતો. દરમિયાન પોલીસ કંટોલ રૂમમાંથી રોંગ સાઇડ પરથી મોપેડ લઈને જતા ચાલકનો પોલીસે ફોટો પાડી e challan ઈશ્યુ કરવા માટે સિસ્ટમમાં રજીસ્ટર નંબર ચેકિંગ કરતા હતા. જેમાં તપાસ કરતા એકટિવાને બદલે આઈ ટવેન્ટી કારનો રજીસ્ટ્રર નંબર બતાવતા પોલીસ મુંઝવણમાં મુકાય ગઈ હતી. જેથી તાત્કાલિક પોલીસે આ બાબતે તપાસ કરાવી હતી. એકટિવા મોપેડનો નંબર ઓરિજનલ નંબર જીજે-05-એલએન-9540 છે. તેને બદલે મોપેડના ચાલકે સારિઝમાં ‘એલ’ને બદલે ‘સી’ અને નંબરમાં ‘5’ બદલે ‘6’ કાળો કલર મારીને કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આ યુવાનના બાકી પેન્ડીંગ મેમો પણ પોલિસને મળી આવ્યા હતા. જેથી નંબર જીજે-05-સીએન-9640 રજીસ્ટ્રર નંબરને પોલીસે સિસ્ટમમાં ચેક કરતા તે નંબર આઈ ટવેન્ટી કારનો હતો. ટ્રાફિક પોલીસના મનમોહન શિવનારાયણ તિવારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે એકટિવા મોપેડના ચાલક રાજન હિતેન્દ્ર શાહ સામે આઈપીસી કલમ 465, 471 અને 420 મુજબનો ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસે ગુરુવારે મોડીરાત્રે રાજન શાહની ધરપકડ કરી મોપેડ કબજે કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આ એકટીવા ચાલકે પોતાની નંબર પ્લેટ HSRP નવા નિયમો મુજબ નખાવી લીધી હતી. પરંતુ મેમોથી બચવા તેણે કાળા કલરનો ઉપયોગ કરી નંબર પ્લેટની સીરીઝના આકાડા અને નંબરનો એક આંકડો બદલી નાખ્યો હતો. આ ધટના નંબર પ્લેટ સાથે ચેડા કરનાર માટે સબક રહેશે.
First published: October 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading