સુરતમાં પત્નીએ સેક્સ માટે ના પાડતા યુવકનો આપઘાત 

News18 Gujarati
Updated: July 1, 2019, 4:04 PM IST
સુરતમાં પત્નીએ સેક્સ માટે ના પાડતા યુવકનો આપઘાત 
પ્રતિકાત્મક તસવીર

પત્નીએ શરીર સબંધ બાંધવા માટે તેને ના પાડી દીધી હતી. જેના કારણે તેને માઠું લાગ્યું હતું અને આપઘાત કરવાનું પગલું ભર્યું હતું.

  • Share this:
સુરત: સુરતનાં ડિંડોલી વિસ્તારમાં યુવકે ગઈકાલે રવિવારે પોતાના ઘરમાં ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પ્રાથમિક તપાસમાં એમ જાણવા મળ્યું છે કે, પત્નીએ શરીર સંબદ બાંધવા મટે ન પાડતા યુવકે આત્મહત્યા કરી હતી.

સુરતની સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલા દેલાડવા રોડ પર રહેતો 30 વર્ષનાં જયેશ પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. તે મોબાઈલની એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. રવિવારે સવારે જયેશે પોતાના ઘરમાં પંખાના પાઇપ સાથે ચાદર બાંધી ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

ઘટના અંગે ખબર પડતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ ડિંડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટ માર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. જયારે પોલીસે તેના આપઘાત પાછળનું કારણ જાણવા માટે પત્નીનું નિવેદન લીધું ત્યારે પત્ની સ્પષ્ટ રીતે બોલવામાં સંકોચ અનુભવી રહી હતી.

આથી પોલીસે તેને સમઝાવ્યુ હતું કે જો તમે બોલી શકતા નથી તો, તે કારણ કાગળમાં લખીને બતાવો. આ પછી પત્નીએ જે કારણ જણાવ્યું હતું તે જાણી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે તેની પત્નીએ શરીર સબંધ બાંધવા માટે તેને ના પાડી દીધી હતી. જેના કારણે તેને માઠું લાગ્યું હતું અને આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. પોલીસએ એમ પણ જણાવ્યું હતું કે તેની પત્નીને કોઈ તકલીફ હોવાને લીધે તેણીએ ના પાડી હતી.
First published: July 1, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading