સુરત: શહેરના (Surat news) સગરામપુરામાં આજથી બે વર્ષ પહેલાં રૂપિયા 10ની લાલચ આપીને આઠ વર્ષીય બાળકીને પોતાના ઘરમાં ખેંચી જઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો જેમાં યુવાન અફરોજ મહેરાબ ખાનને પોલીસે ઝડપી પાડ્યો હતો અને આ કેસ સુરત કોર્ટમાં ચાલતા આજરોજ સુરત કોર્ટ આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
સુરતમાં સતત નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બાળકી સાથે આ પ્રકારની ઘટના કરનારા નરાધમો સામે સુરત કોર્ટમાં આકરી સજા ફટકારવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં સુરત કોર્ટે આકરી સજા સંભળાવી છે આજથી બે વર્ષ પહેલાં સુરતના સગરામપુરામાં વિસ્તારમાં રહેતી 8 વર્ષીય બાળકીને મૂળ બિહારના અને બાળકીની પડોશમાં રહેતો અફરોજ મહેરાબખાને બાળકી પર પહેલીથી જ બદનજર રાખી હતી. 8 વર્ષીય બાળા ગુટકા લેવા માટે આવી હતી. આ દરમિયાન આરોપીએ તેનો હાથ પકડીને રૂ.10ની લાલચ આપી પોતાના રૂમમાં લઇ ગયો હતો અને બાળકીના હોઠ પર કરડયો હતો અને ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી.
આ દરમિયાન એક યુવકે દરવાજો ખખડાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે, બાળા પરિવારને આ અંગેની જાણકારી મળતા દોડી આવ્યા હતા અને આ મામલે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ અફરોજને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલે અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલતા સુરત કોર્ટ આરોપીને અફરોજ મહેરાબ ખાનને આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી)ની સજાનો હુકમ કર્યો હતો.
સરકાર તરફે એપીપી એસ.એસ.પાટીલે દલીલો કરી હતી. કોર્ટે આરોપીને એક લાખનો દંડ પણ કર્યો હતો અને પીડિતાને રૂપિયા 7 લાખ વળતર પેટે આપવા પણ જણાવ્યું હતુ. આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં નોંંધ્યુ હતુ કે, બનાવથી ભોગ બનનાર બાળાના બાકીની સામાન્ય જીંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો પણ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર