સુરત : પરપ્રાંતીય શ્રમિકો માટેની મફત ટિકિટને 1500 રૂ.માં વેચનાર ગઠિયો ઝડપાયો 


Updated: May 26, 2020, 10:11 AM IST
સુરત : પરપ્રાંતીય શ્રમિકો માટેની મફત ટિકિટને 1500 રૂ.માં વેચનાર ગઠિયો ઝડપાયો 
આરોપી એઝાઝ મિસ્ત્રી

ઉધના અંબર કોલોનીના એઝાઝ મિસ્ત્રી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઈને સતત વતન જવાની માંગ કરતા શ્રમિકોને સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ શ્રમિકો પાસે ટિકિટ કરતા વધુ રૂપિયા લેવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી ત્યારે કેટલાક શ્રમિકોને મફતમાં આપવામાં આવેલી ટિકિટ કેટલાક લોકોએ બ્લેકમા વેચી હોવાની વિગત સામે આવી હતી. ત્યારે બિહાર અને ઝારખંડના શ્રમિકો પાસે મફત ટિકિટ 9 શ્રમિકોને 1500 રૂપિયામાં વેચીને 13,500  રૂપિયા પડાવનાર ઉધના અંબર કોલોનીના એઝાઝ મિસ્ત્રી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

કોરોના વાયરસને કારણે ચાલી રહેલ લોકડાઉન વચ્ચે સુરતમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ[ણ આ શ્રમિકો ટિકિટ કરતા વધુ રૂપિયા લઇને લૂંટવામાં આવતા હોવાની સતત ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે સુરતથી બિહાર અને ઝારખંડ જવા માંગતા શ્રમિકોને ટ્રેનની ટિકિટ મફત કરવામાં આવી છે. છતાં કેટલાક લોકો તેના કાળાબજાર કરી શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ગતરોજ ઉધના જીવનજ્યોત હુન્ડાઈ શો રૂમ પાસે ઉધના અંબર કોલોનીમાં રહેતા એઝાઝ અસ્લમ મિસ્ત્રીએ શ્રમિકોની મફત ટિકિટ રૃ. 1500માં વેચી હતી. એઝાઝે કુલ 9 શ્રમિકોને ટિકિટ વેચી રૃ.13,500 પડાવ્યા હતા. તમામ શ્રમિકોને ગતરાત્રે ડિંડોલી સાંઈ પોઇન્ટ પાસેથી બસમાં સ્ટેશન લઈ જવાતા હતા ત્યારે સમસ્ત બિહાર ઝારખંડ સમાજના ટ્રસ્ટી ચંદનસિંહ અરુણસિંહ  અને અન્યોએ ત્યાં જઈ શ્રમિકોને મફત ટિકિટ મળી કે નહીં તે અંગે પૂછતાં એઝાઝ પાસેથી રૃ.1500 આપી ટિકિટ ખરીદનારા 9 શ્રમિકોએ હકીકત જણાવી હતી.

આ પણ વાંચો -'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન, 28મી તારીખે તેમના આશ્રમમાં જ અપાશે સમાધી

ચોંકાવનારી વાત તો એ હતી કે, શ્રમિકોએ જે ટિકિટ માટે રૃ.1500 એઝાઝને આપ્યા હતા તે ટિકિટ ઉપર ફ્રી ટિકિટ લખેલું હતુ જેને કારણે આ આગેવાન  ચંદનસિંહ અરુણસિંહે મફત ટિકિટના કાળાબજાર કરનાર એઝાઝ મિસ્ત્રી  વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ  પોલીસે એઝાઝ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. જોકે, આ ઈસમની ધરપકડ બાદ પોલીસે આ ઈસમનું પૂછપરછ શરુ કરી છે કે તેને અત્યાર સુધીમાં કેટલી ટિકિટ આ રીતે કરીને રૂપિયા કમાયા છે.

આ  પણ જુઓ- 
First published: May 26, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading