સુરત: રુપિયા ચૂકવ્યાં વગર જ 32 લાખનાં હીરા વેચવા લઇ ગયો, પછી ધમકી આપી

News18 Gujarati
Updated: September 22, 2019, 2:18 PM IST
સુરત: રુપિયા ચૂકવ્યાં વગર જ 32 લાખનાં હીરા વેચવા લઇ ગયો, પછી ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં (Surat) હીરાનો ઉધોગ (Diamond Industry) વિશ્વાસ પર ચાલે છે. ત્યારે આ ઉધોગમાં છેતરપિંડીનાં (fraud) ઘણાં કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ફરી એકવાર હીરાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા કોસાડ રોડના કારખાનેદાર પાસેથી 32.62 લાખ રૂપિયાના હીરા વેચવા લઈ ગયા બાદ સુમુલ ડેરી રોડનાં હીરા દલાલે પરત કર્યા ન હતા.

સુરતમાં હીરાનો ઉધોગ વિશ્વાસ પર ચાલે છે. ત્યારે આ ઉધોગમાં છેતરપિંડી પણ વધુ બને છે. મૂળ બોટાદનાં વતની અને સુરતમાં અમરોલી કોસાડ રોડ પાર્થ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ મહેશભાઈ સવાણી કતારગામ શ્યામ માર્બલની બાજુમાં એકાંતિક ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. પોતાનાં વતનના રહેવાસી અને સુરતના સુમુલ ડેરી રોડ નેન્સી રેસિડન્સીમાં રહેતા હીરાદલાલ તુષારભાઈ શંભુભાઈ ભીંગરાડીયા ગત જાન્યુઆરી માસથી માર્ચ માસ દરમિયાન ધર્મેશભાઈ પાસેથી કુલ રુપિયા 32,61,681ની કિંમતના કાચા અને તૈયાર હીરા વેચવા માટે લઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમણે હીરા પરત કર્યા ન હતા.

આ પણ વાંચો : સુરત ACBએ GSTના જુનિયર ક્લાર્કને 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો

આ હીરા લઇને તેની કિંમતની ચૂકવણી પણ કરી ન હતી. આથી ધર્મેશભાઈએ તુષારભાઇ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતાં તેમણે સમાધાન પણ કર્યું હતું. જોકે, બાદમાં સમાધાન લેખનો ભંગ કરી તુષારભાઈએ ધર્મેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધર્મેશભાઈએ ગતરોજ તુષારભાઈ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુષારભાઈની ધરપકડ કરી હતી.
First published: September 22, 2019, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading